માંગરોળ ભવાની મંદિરે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પુજન

07 October 2022 10:28 AM
Junagadh
  • માંગરોળ ભવાની મંદિરે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પુજન

માંગરોળ,તા.7
વિજ્યાદશમી એટલે અધર્મ પર ધર્મ નો વિજય સત્ય સામે અસત્યની પરાજય ત્યારે દર વર્ષની જેમ વિજ્યાદશમીના દિવસે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા ગરાસિયા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દરબારગઢ મા આવેલ શ્રીભવાની માતાજીના મંદિર ખાતે શસ્ત્રપુજન સાથે વિધી કરવામાં આવી હતી

ખાસ વાત કરીએ તો આ મંદિર 700 થી 800 વર્ષનુ અતિપૌરાણિક હોવાનું મનાઇ રહ્યું છે અહીં રાજાશાહી વખતથી ક્ષત્રિય સમાજ દ્વારા સસ્ત્ર પુજન કરવામાં આવે છે એ મંદિરમા રાજાઓ પણ સસ્ત્ર પુજન કરતા હતા ત્યારે માંગરોળ તાલુકાનાં તમામ ગામનાં ક્ષત્રિય રાજપૂત સમાજ આગેવાન યુવાનો તેમજ કરણી સેનાના યુવાનોએ ભવાની માતાજીના મંદિર આવી મા શક્તિ ની પુજા અર્ચના કરી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું તેમજ માતાજીના શક્તિ સ્વરૂપ હથીયારોને માતાજી ની પ્રદિક્ષણા કરાવીને શસ્ત્રો સાથે ક્ષત્રિય સમાજ દ્વારા મંદિરથી શોભાયાત્રા કાઢી લીમડા ચોકમા તલવારો સાથે રાસ રમ્યા હતા

ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા, પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, મંત્રી પ્રફુલભાઈ નાંદોલા, આર એસ એસ ના બાબુભાઈ વાજા વિગેરે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના હોદ્દેદારો વેપારી અગ્રણીઓ દ્વારા લીમડાચોક ખાતે ક્ષત્રિય સમાજના તમામ લોકોને આવકાર્તા આગેવાનોને ખેસ પહેરાવી ફૂલહાર અને કુમ કુમ તિલક કરી સન્માનિત કરાયા હતા.
(તસ્વીર:વિનુભાઈ મેસવાણિયા માંગરોળ )


Advertisement
Advertisement
Advertisement