જસદણમાં આરએસએસનું પથ સંચલન

07 October 2022 10:29 AM
Jasdan
  • જસદણમાં આરએસએસનું પથ સંચલન

જસદણમાં આરએસએસ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં વિજયાદશમીના પાવન દિને પથ સંચલન કરવામાં આવ્યું હતું. જેમાં જસદણની ડીએસવીકે હાઈસ્કૂલથી સરદારચોક, વેકરીયાચોક, મફતિયાપરા, વાજસુરપરા, જુના બસસ્ટેન્ડ થઈને શહેરની મેઈન બજારમાં પથ સંચલન કરવામાં આવ્યું હતું. આ તકે જસદણ તાલુકાના આરએસએસના સ્વયંસેવકો દ્વારા પંથ સંચલન બાદ શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું હતું. જે વિસ્તારમાંથી આરએસએસના સ્વયંસેવકો પથ સંચલન કરીને પસાર થતા હતા ત્યાં લોકો તેમને ફૂલોથી વધાવી રહ્યા હતા. (તસવીર:નરેશ ચોહલીયા-જસદણ)


Advertisement
Advertisement
Advertisement