ગોંડલના મારામારીના ગુનામાં ફરાર એજાઝ ઉર્ફે કેસટ ઝબ્બે

07 October 2022 10:30 AM
Gondal
  • ગોંડલના મારામારીના ગુનામાં ફરાર એજાઝ ઉર્ફે કેસટ ઝબ્બે

રૂરલ ક્રાઇમ બ્રાંચે જામવાડી ચોકડી પાસે એક હોટલમાંથી આરોપીને દબોચ્યો

રાજકોટ,તા.7
ગોંડલમાં મારામારીના ગુનામાં પંચપીરની ધાર આવાસ યોજના કવાર્ટરમાં રહેતો એજાઝ ઉર્ફે કેસટ યુસુફ (ઉ.21) લાંબા સમયથી ફરાર હતો. રાજકોટ રૂરલ એલસીબીના પી.આઇ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ આરોપીની શોધખોળમાં હતી ત્યારે એલસીબીના મહેશભાઇ જાની ની ટીમના હેડ કોન્સ. મહીપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બોહરા, કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડને બાતમી મળતા જામવાડી ચોકડી દ્વારકાધીશ હોટલ ખાતેથી એજાઝને દબોચી લીધો હતો.

આ કેસમાં રાહિલશા યુનુસશા શાહમદારએ ફરીયાદ નોંધાવેલી જયારે આરોપીમાં એજાઝ સહિત હરપાલસિંહ અને પૃથ્વીરાજ સિંહ પણ આરોપી હતા. ફરીયાદી ઉપર છરી વડે હુમલો થયો હતો.


Advertisement
Advertisement
Advertisement