ભાવનગર શહેર માં જુગાર રમતા ચાર અને પાલીતાણા માંથી જુગારી ઝડપાયા

07 October 2022 10:31 AM
Bhavnagar
  • ભાવનગર શહેર માં જુગાર રમતા ચાર અને પાલીતાણા માંથી  જુગારી  ઝડપાયા

વિપુલ હિરાણી ભાવનગર તા.7
ભાવનગર શહેરના આડોડિયાવાસ વિસ્તાર અને પાલીતાણાના આદપર રોડ પર જુગાર રમતા શખ્સોને પોલીસે ઝડપી લઇ રોકડ રકમ અને જુગારને લગતું સાહિત્ય કબજે કર્યું હતું.

ભાવનગરના આડોડીયાવાસ વિસ્તારમાં આવેલ અખાડા પાસેની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ગણેશ વિનુભાઈ પરમાર, આરીફ મોહમ્મદભાઈ ભાદુલા, રાજુ બચુભાઈ વાઘેલા અને જીતેન્દ્ર ડાહ્યાભાઈ શિયાળને ઘોઘારોડ પોલીસે ઝડપી લઇ રૂ.12,530 રોકડા કબજે કર્યા હતા.

જ્યારે પાલીતાણા શહેરના આદપર રોડ પર ચૂનાની ભાઠી નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ભરત મનજીભાઈ વાઘેલા, બુધા બાબુભાઈ રાઠોડ અને વિષ્ણુ જીવરાજભાઈ રાઠોડને એલ.સી.બી.ટીમે ઝડપી લઇ રૂ.20,200 રોકડા અને જુગારને લગતું સાહિત્ય કબજે કરી તમામ વિરુદ્ધ પાલીતાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવી કાયદેસર કાર્યવાહી
હાથ ધરી હતી.

ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા
ભાવનગરના દિપક ચોક સર્કલ નજીક એક્સેસ મોટર સાયકલ પર ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બેઠેલા બે શખ્સ અજય મોહનભાઈ રાઠોડ અને અજય રાજુભાઈ બારૈયાને ઘોઘારોડ પોલીસે ઇંગ્લીશ દારૂની નાની મોટી 25 બોટલ સાથે ઝડપી લીધા હતા.

ઘોઘારોડ પોલીસે વિદેશી દારૂ, મોટરસાયકલ મળી કુલ રૂ. 28 હજારનો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સ ઉપરાંત હરપાલસિંહ મહિપતસિંહ ગોહિલ વિરુદ્ધ પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Advertisement
Advertisement
Advertisement