માંગરોળમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શસ્ત્ર પુજન કરાયું

07 October 2022 10:33 AM
Junagadh
  • માંગરોળમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શસ્ત્ર પુજન કરાયું
  • માંગરોળમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શસ્ત્ર પુજન કરાયું

માંગરોળ,તા.7
જૂનાગઢના માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિજ્યાદશમી નિમિતે ભવાની મંદિર ના પટાંગણમા શસ્ત્રપુજન નુ આયોજન કરાયુ હતું.અધર્મ પર ધર્મ ની વિજય સાથે આ દિવસે ભગવાન શ્રીરામચંદ્રજી એ રાવણ નો વઘ કરી વિજય થયા હતા તેના અનુસંધાને દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પુજન નુ આયોજન કરાય છે આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયા. વિહિપ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, ઉપપ્રમુખ પરેશભાઈ જોષી,મંત્રી પ્રફુલભાઈ નાંદોલા,પંકજભાઈ રાજપરા, બજરંગ દળ પ્રમુખ ધવલ પરમાર, ઉપપ્રમુખ વિમલ ગોંડલીયા, કમલેશજી ગોહેલ, જયદીપભાઈ, સૈલેશ ચાવડા, પત્રકાર સંઘ ના જીતુભાઈ પરમાર , અનીશભાઈ ગૌદાણા, સહીત ના હોદ્દેદાર કાર્યકરો ની ઉપસ્થિત મા મોટી સંખ્યા ભાઈઓ બહેનો અને વડીલો વેપારીઓ તેમજ ભવાની ગરબી મંડળના સભ્યોએ શસ્ત્રપુજન નુ લાભ લીધો હતો..ભવાની ગરબી મંડળ ના સભ્યો એ સહકાર આપ્યો હતો
(તસ્વીર: વિનુભાઈ મેસવાણિયા માંગરોળ)


Advertisement
Advertisement
Advertisement