ગાંગૂલી બોર્ડપ્રમુખની ચૂંટણી નહીં લડે: રાજીવ શુક્લા-રોજર બિન્નીમાંથી કોઈ એક બનશે ‘બોસ’

07 October 2022 10:36 AM
India Sports World
  • ગાંગૂલી બોર્ડપ્રમુખની ચૂંટણી નહીં લડે: રાજીવ શુક્લા-રોજર બિન્નીમાંથી કોઈ એક બનશે ‘બોસ’

દિલ્હીમાંBCCI ના દિગ્ગજોની મળી બે મહત્ત્વની બેઠક: જય શાહ સચિવની ચૂંટણી લડશે: બિન્ની-શુક્લામાંથી એક પ્રમુખ અને એક IPL ચેરમેન બને તેવી શક્યતા: બ્રિજેશ પટેલ પણ ચૂંટણી નહીં લડે

નવીદિલ્હી, તા.7
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના દિગ્ગજોની બે મહત્ત્વની બેઠક દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગૂલી, સચિવ જય શાહ, ઉપપ્રમુખ રાજીવ શુક્લા, પૂર્વ પ્રમુખ એન.શ્રીનિવાસન, ખજાનચી અરુણ સિંહ ધૂમલે ભાગ લીધો હતો. પહેલી બેઠક એક હોટેલમાં મળી હતી જ્યારે બીજી બેઠક ભાજપના એક દિગ્ગજ મંત્રીના ઘેર મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો કે સૌરવ ગાંગૂલી બોર્ડપ્રમુખની આગલી ચૂંટણી લડશે નહીં જ્યારે જય શાહ ફરીથી સચિવ બનવા માટે ચૂંટણી લડી શકે છે.

કર્ણાટકથી આવનારા 1983 વર્લ્ડકપ ચેમ્પિયન ટીમના સભ્ય રોજર બીન્ની અને કોંગ્રેસ નેતા રાજીવ શુક્લામાંથી એક પ્રમુખ અને એક આઈપીએલ ચેરમેન બની શકે છે. વર્તમાન ખજાનચી અને કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ ધુમલ બીજીવાર કોષાધ્યક્ષપદ માટે ઉમેદવારી કરશે.

અન્ય પદ માટે દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ.અરુણ જેલીના પુત્ર રોહન જેટલી, ઓરિસ્સા ક્રિકેટ એસો.થી આવનારા સંજય બેહરા, હરિયાણા ક્રિકેટ એસો.ના અનિરુદ્ધ ચૌધરીના નામો અંગે ચર્ચા થઈ હતી. જ્યારે હાલના સંયુક્ત સચિવ જયેશ જ્યોર્જ અને આઈપીએલ ચેરમેન બ્રિજેશ પણ પણ આગલી ચૂંટણી લડશે નહીં.

બીસીસીઆઈની ચૂંટણી 18 ઑક્ટોબરે મુંબઈમાં થશે. 11 અને 12 ઑક્ટોબરે ઉમેદવારી થશે અને 13 ઑક્ટોબરે ઉમેદવારી પત્રકની તપાસ કરાશે. 14 ઑક્ટોબર સુધી ઉમેદવાર પોતાનું નામ પરત લઈ શકે છે. આ પછી ઉમેદવારી કરનારા લોકોની યાદી 15 ઑક્ટોબરે જાહેર કરવામાં આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement