આ કાર પ્રદુષણ ફેલાવતી નથી બલકે હવામાંથી કાર્બન ડાયોકસાઈડ શોષી લે છે !

07 October 2022 10:43 AM
India Off-beat World
  • આ કાર પ્રદુષણ ફેલાવતી નથી બલકે હવામાંથી કાર્બન ડાયોકસાઈડ શોષી લે છે !

નેધરલેન્ડના છાત્રોએ શૌર ઉર્જાથી ચાલતી અનોખી કાર બનાવી

અમ્સટર્ડમ,તા. 7
દુનિયાભરના અનેક દેશ વાહનોથી થતા પ્રદુષણથી પરેશાન છે. આ ગ્લોબલ વોર્મિંગના મોટા કારણો પૈકીનું એક છે. આ સમસ્યાના ઉકેલ માટે નેધરલેન્ડની આઈડહોવન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના છાત્રોની ટીમે સૌર ઉર્જાથી ચાલતી એક અનોખી કાર બનાવી છે. આ કારની ખાસ વિશેષતા એ છે કે તે કાર્બન ડાયોકસાઇડ વાયુ છોડતી નથી બલકે હવામાં રહેલા કાર્બન ડાયોકસાઈડ શોષી લે છે !

લિથિયમ બેટરીનો ઉપયોગ : છાત્રોનો દાવો છે કે સૌર ઉર્જાથી આ કાર ચાલવાને કારણે આ કારથી પ્રદુષણ નથી ફેલાતુ આ કારને ‘જેમ’ નામ અપાયું છે કારણ કે તે ઝીરો ઇમિશન મોબિલીટી વાહન છે. આ કારમાં ક્લીનડોમ લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના મોટાભાગના પાર્ટસ 3-જી પ્રિન્ટેડ છે. આ કાર 32 હજાર કિલોમીટરની સફરમાં બે કિલો કાર્બન શોષવાની ક્ષમતા છે. 35 છાત્રોની ટીમે આ કારને તૈયાર કરી છે. 22 કિલો વોટની મોટર તેમાં લગાવાઈ છે.

કારમાં લગાવાયા છે બે ફિલ્ટર : કારમાં બે ફિલ્ટર લગાવાયા છે જે 32 હજાર કિલોમીટરની બે કિલો કાર્બન ડાયોકસાઇડ શોષવાની ક્ષમતા રાખે છે.

બીએમડબલ્યુ કુપે જેવી છે આ કારની ડિઝાઈન : કારની ડિઝાઈન પણ બીએમડબલ્યુ કૂપે જેવી છે. છાત્રોએ હજુ તેનું પેટન્ટ નથી કરાવ્યું. છાત્રોએ આશા રાખી હતી કે મોટી કાર બનાવનાર કંપનીઓ આ કારમાંથી પ્રેરણા લઇને આ પ્રકારની પણ કાર બનાવશે જે ભવિષ્યમાં સારી રીતે કામ કરી શકશે.

છત પર સોલર પેનલ : આ કાર બનાવનાર 35 છાત્રોની ટીમે તેને ડાયરેક્ટ એર કેપ્ચર ટેકનોલોજી કરી છે. આ ઇલેક્ટ્રીક કારના હૂડ અને છત પર સોલર પેનલ લગાવાઈ છે. જેથી સૌર ઉર્જાનો ભરપૂર ઉપયોગ થઇ શકે.


Related News

Advertisement
Advertisement
Advertisement