ડિજિટલ ફેસ્ટિવલ! દર કલાકે 56000 સ્માર્ટફોનનું વેચાણ

07 October 2022 11:12 AM
Gujarat India Technology Top News
  • ડિજિટલ ફેસ્ટિવલ! દર કલાકે 56000 સ્માર્ટફોનનું વેચાણ

► દેશમાં તા.22થી30 સપ્ટેમ્બર સુધીમાં રૂા.40000 કરોડની ઓનલાઈન ખરીદી

નવી દિલ્હી: દેશમાં નવરાત્રીના પ્રારંભ સાથે જ કરોડો લોકોમાં ફેસ્ટીવલ મૂડ બની ગયો છે અને હવે દિપાવલી લગભગ એક પખવાડીયા દૂર હોવાથી બજારોમાં પણ ભરચક ગીરદી અને ખૂબ ખરીદી જોવા મળશે. દેશમાં નવરાત્રીથી દશેરાના સમયમાં ખાસ કરીને ઓનલાઈન ખરીદીએ ગતિ પકડી છે અને ખાસ કરીને મોટી- ઈ-કોમર્સ કંપનીઓએ તા.22થી30 સપ્ટેમ્બરના સમયમાં રૂા.40000 કરોડનું વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યા છે. ખાસ કરીને નવરાત્રીને ડીજીટલ ડીલાઈટ તરીકે હવે માર્કેટ ઓળખવા લાગ્યુ છે. દેશમાં ગ્રોસ મર્ચન્ટાઈઝ વેલ્યુ એટલે કે કુલ વેચાણમાં ઓનલાઈન વેચાણનો હિસ્સો ઉંચો રહ્યો છે.

► ફેશન-ગારમેન્ટમાં 20%ની વૃદ્ધિ; 8 કરોડ ગ્રાહકોએ ઓર્ડર મુકયા: ટીવી-હોમ એપ્લાયન્સીઝ સહિતની ખરીદી વધી

સરેરાશ દર કલાકે 56000 મોબાઈલ ફોન વેચાયા હતા તો ફેશન ઈન્ડસ્ટ્રીઝ એટલે કે રેડીમેઈડ ગારમેન્ટ વિ.નું પણ ઓનલાઈન વેચાણ 20% વધ્યુ છે. હવે ઓનલાઈન વેચાણનો ટ્રેન્ડ બદલાવા લાગ્યા છે અને મોટા શહેરો, મેટ્રો સીટી કરતા બીજા અને ત્રીજા કક્ષાના શહેરોમાંથી ગ્રાહકોની સંખ્યા 24% વધી છે. ફોનના સેલ વાર્ષિક સરેરાશનું 48% વધ્યુ છે.

► દેશના વર્ગ-2 અને વર્ગ-3ના શહેરોમાંથી હવે 65% ઓનલાઈન ઓર્ડર મળવા લાગ્યા

ઓનલાઈન ફેશન વેબપોર્ટલને એક જ અઠવાડિયામાં 7થી8 કરોડ લોકોએ ઓર્ડર આપ્યા હતા. વાસ્તવમાં દેશમાં બોનસના તહેવારોથી વ્યાપાર-ઉદ્યોગ માટે ફેસ્ટીવલ વેચાણ શરૂ થાય છે અને છેક નવા વર્ષ (1 જાન્યુ.) સુધી ચાલે છે જે દરમ્યાન દેશમાં વાર્ષિક વેચાણનો 40% બીઝનેસ આ ટુંકાગાળામાં થઈ જાય છે. મોબાઈલ ફોન, ટીવી, હોમ એપ્લાયન્સીસ અને રેડીમેઈડ ગારમેન્ટ, જૂતા, વિ. ખરીદી વધે છે. સ્માર્ટફોન ઉદ્યોગ માટે વર્ષનું 20% વેચાણ આ ફેસ્ટીવલ સીઝનમાં જ થાય છે અને હવે ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં જે રીકવરી જોવા મળી છે તેના કારણે દિપાવલી ડિમાન્ડ આધારીત આર્થિક રીકવરી જોવા મળશે.


Related News

Advertisement
Advertisement
Advertisement