ઉજજૈનમાં મહાકાલ કોરિડોર તૈયાર: 11મી ઓકટોબરે વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન

07 October 2022 11:16 AM
India Top News
  • ઉજજૈનમાં મહાકાલ કોરિડોર તૈયાર: 11મી ઓકટોબરે વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન

અલૌકિક આભા ઉભી કરતા કોરિડોરનું નામ મહાકાલ લોક : રૂા.793 કરોડના ખર્ચે તૈયાર થયેલ કોરિડોરનો અદ્ભૂત નજારો

ઉજજૈન તા.7 : અહીંના મહાકાળ કોરીડોરનું કામ પૂરું થઈ ગયું છે. વડાપ્રધાન મોદી 11 ઓકટોબરે તેનું ઉદઘાટન કરશે. આ કોરિડોરનો કુલ ખર્ચ 793 રૂપિયા થયો છે. સ્થાનિક લોકો કોરિડોરને લઈને ખૂબ જ ઉત્સાહીત છે. તેમનું કહેવું છે કે તેઓ આ શાનદાર નવી પરિયોજનાની એક ઝલક મેળવવા અને સેલ્ફી લેવા જૂના ઓવર બ્રીજે આવે છે.

હરિ ફાટક ઓવરબ્રીજના રેમ્પથી દેખાતા મનમોહક દ્દશ્યની લોકો પ્રશંસા કરે છે. અહીથી દેખાતુ સજાવટ કરાયેલું ત્રિશુલ અને ભગવાન શિવની મુદ્દાવાળા 108 અલંકૃત વલુઆ પથ્થરના સ્તંભોનું દ્દશ્ય ધ્યાન આકર્ષિત કરે છે. સાથે સાથે ભગવાનની મૂર્તિઓ અને ફુવારા તેની સુંદરતામાં વધારો કરે છે. આ કોરિડોરના નિર્માણને લઈને શહેરના લોકો ઉત્સાહીત છે. કારણ કે આથી ભગવાન શિવના 12 જયોતિર્લિંગમાંથી એક મહાકાલેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓને પહોંચવામાં અને પવિત્ર શિવલિંગના દર્શન કરવામાં સરળતા રહેશે.

દરરોજ સાંજે મોટી સંખ્યામાં લોકો ઓવરબ્રીજ પાસે એકત્ર થઈને પ્રાચીન રૂદ્રસાગર સરોવર નિહાળતા રહે છે અને કોરિડોરની પૃષ્ઠિ ભૂમિમાં સેલ્ફી લે છે.રાજય સરકારે 900 મીટરથી વધુ લાંબા કોરિડોરનું નામ મહાકાલ લોક રાખ્યું છે. બે ભવ્ય એન્ટી ગેટ- નંદી ગેટ અને પિનાકી ગેટ વીંગના પ્રારંભીક સ્થાન પાસે બનાવાયા છે જે પ્રાચીન મંદિરના ગેટ સુધી જાય છે.


Related News

Advertisement
Advertisement
Advertisement