આસો મહિનો કે અષાઢ! ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હવામાન પલ્ટો-ભારે વરસાદ

07 October 2022 11:20 AM
Gujarat India
  • આસો મહિનો કે અષાઢ! ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હવામાન પલ્ટો-ભારે વરસાદ

► બંગાળની ખાડીમાં લો-પ્રેસર તથા ગુજરાતમાં થંડર સ્ટ્રોમ એક્ટીવીટી

► ગુજરાતના 91 તાલુકામાં વરસાદ : જાંબુઘોડામાં 4.5 ઇંચ : છતીસગઢ, મધ્યપ્રદેશ, ઉતરાખંડ, દિલ્હી જેવા રાજ્યોમાં પણ વરસાદ : તેલંગાણામાં પાંચના મોત

નવી દિલ્હી,તા. 7
બંગાળની ખાડીમાં લો-પ્રેસર, વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ તથા આંધ્રપ્રદેશમાં ચક્રાવાતી પવનોને કારણે ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં હવામાન પલ્ટો સર્જાયો છે અને ભારે વરસાદ વચ્ચે જાનખુવારી પણ થઇ છે. ગુજરાતમાં 91 તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે છતીસગઢ, મધ્યપ્રદેશ, ઉતરાખંડ, દિલ્હી, તેલંગાણા સહિતના રાજ્યોમાં વરસાદ થયો છે.

ગુજરાતના મોટાભાગના ક્ષેત્રોમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી હોવા છતા હવે કમોસમી વરસાદ શરુ થયો હોય તેમ છેલ્લા 24 કલાક દરમિયાન 91 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. થંડર સ્ટ્રોમ એક્ટીવીટીના કારણે આ હવામાન પલ્ટો થયો હતો. હવામાન વિભાગનાં સુત્રોએ જણાવ્યું કે, મધ્ય ગુજરાતમાં તોફાની માવઠાનો માહોલ હતો.

પંચમહાલના જાંબુઘોડામાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે ઘોઘંબામાં 2 ઇંચ, ગોધરામાં 3 ઇંચ, હાલોલમાં 2.5 ઇંચ, કલોલમાં 2 ઇંચ, મોરવા હડફમાં 3.5 ઇંચ, સહેરામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. દાહોદના દેવગઢબારીયામાં 2.5 ઇંચ, મહીસાગરના બાલાસિનોરમાં 2 ઇંચ, આણંદમાં 2.5 ઇંચ, ઉમરેઠમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ખેડામાં સાર્વત્રિક એક ઇંચ,વડોદરામાં ઝાટપાથી માંડીને દોઢ ઇંચ તથા દાહોદમાં સાર્વત્રિક બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં પણ અનેક ભાગોમાં વરસાદ તૂટી પડ્યો હતો અને સમગ્ર શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. રાહદારીઓ-વાહનચાલકો ટ્રાફીકમાં અટકાઇ પડ્યા હતા. ગાંધીનગરના દહેગામમાં પણ એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગ દ્વારા થંડર સ્ટ્રોમ એક્ટીવીટીના કારણે ગીર-સોમનાથ, વલસાડ, નવસારી, પંચમહાલ, દાહોદ ઉપરાંત દક્ષિણના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી જ છે અને તે દરમિયાન 40 કિલોમીટર સુધીનો પવન પણ ફુંકાઇ શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement