પાવનકારી ગિરનાર પરિક્રમાની તૈયારી શરૂ; લાખો ભકતો ઉમટશે

07 October 2022 11:24 AM
Junagadh Gujarat Saurashtra Top News
  • પાવનકારી ગિરનાર પરિક્રમાની તૈયારી શરૂ; લાખો ભકતો ઉમટશે

13 ફોરેસ્ટ રાવટી સાથે 362 વન કર્મીઓ તૈનાત રહેશે : 8 રૂટ રસ્તાનું રીપેરીંગ શરૂ : 80થી વધુ અન્નક્ષેત્રોને મંજુરી અપાશે

જુનાગઢ, તા. 7 : ગિરનારની લીલી પરિક્રમાની વન વિભાગની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. 36 કિ.મી.ના પાવનકારી પરિક્રમામાં લાખો ભાવિકો ઉમટે તેવી શકયતા છે. આવતા માસમાં ગરવા ગિરનારને ફરતે લીલી પરિક્રમા પરંપરા ગત રીતે યોજાશે જેને લઇને વન વિભાગે એકશન મુડમાં આવી તૈયારીઓ આરંભી દીધી છે.

દિવાળી બાદ કાર્તિક માસમાં દેવ ઉઠી અગિયારસ એટલે તા. 4-11 થી 8 પાંચ દિવસીયગીરનાર પરિક્રમામાં દેશાવરમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલના જણાવ્યા મુજબ ગિરનાર પરિક્રમામાં 8 રૂટ (રસ્તા) 3 કેડીઓનું રીપેરીંગ થઇ રહ્યું છે. જંગલના રૂટ પર 9 જગ્યાએ ડંકીઓ વોટર સ્ટેન્ડ, કુવામાંથી પાણીની વ્યવસ્થા કરવામાં આવશે જેમાં ઉતર રેન્જમાં જાંબુડી રાઉન્ડ પાસ ભાડવાળી ચાર ચોક, ડેરવાણ પરબ પાસે પાણીનો પોઇન્ટ ડંકી દ્વારા અપાશે. છેલ્લે ર018માં 81 અન્નક્ષેત્રોને મંજુરી અપાઇ હતી આ વર્ષે સંસ્થાઓની માંગણીઓને ધ્યાને લઇને મંજૂરી અપાશે.

ઇટવા ફોેરેસ્ટ ગેઇટ ઉપરથી જરૂરીયાતમંદ લોકોને વિનામૂલ્યે લાકડીઓનું વિતરણ યાત્રીકોને કરવામાં આવશે જયારે બોરદેવી ગેઇટ પરથી લાકડીઓ પરત લઇ લેવાશે. ફોરેસ્ટ(રેન્જ) ઓફીસર અરવિંદ ભાલીયાના જણાવ્યા મુજબ પરિક્રમા દરમ્યાન યાત્રીકોને વન્ય પ્રાણીનો ઇજા ન કરે તે માટે 13 રાવટીમાં 80થી વધુ સ્થળોએ 36ર સ્ટાફનો ફરજ બજાવશે અને યાત્રીકોને સુરક્ષા પુરી પાડશે.


Related News

Advertisement
Advertisement
Advertisement