અમેરિકામાં મૂળ કચ્છના વીસ વર્ષના છાત્રની હોસ્ટેલમાં હત્યા

07 October 2022 11:27 AM
kutch Gujarat Top News
  • અમેરિકામાં મૂળ કચ્છના વીસ વર્ષના છાત્રની હોસ્ટેલમાં હત્યા

સાયન્સનો અભ્યાસ કરતા વરૂણ છેડાના કોરીયન રૂમમેટની ધરપકડ

ભૂજ, તા.7 : અમેરિકા માં 20 વર્ષીય ભારતીય મૂળના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. પરર્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય મૂળના 20 વર્ષીય વિદ્યાર્થી વરુણ મનીષ છેડાની હોસ્ટેલમાં હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના કોરિયન રૂમમેટને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હત્યાના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, વરૂણ મનીષ છેડા કમ્પાઉન્ડની પશ્ર્ચિમ બાજુના મેકકચેન હોલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

યુનિવર્સિટીના અન્ય એક વિદ્યાર્થીની હત્યાના આરોપમાં બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. પરર્યુ યુનિવર્સિટીના પોલીસ વડા લેસ્લી વિયેટે બુધવારે સવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોરિયાના જુનિયર સાયબર સિક્યોરિટી ચીફ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી જી મીન જિમ્મી શાએ બુધવારે લગભગ 12:45 વાગ્યે 911 પર ફોન કરીને પોલીસને મૃત્યુ વિશે જાણ કરી હતી. જો કે, કોલની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના મેનકાચીન હોલના પહેલા માળે એક રૂમમાં બની હતી.

બુધવારે ઘણા લોકોએ તેની ચીસો સાંભળી હતી.જણાવી દઈએ કે વરૂણ છેડા યુનિવર્સિટીમાં ડેટા સાયન્સનો અભ્યાસ કરતો હતો. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, છેડાનું મૃત્યુ ઘણી તીક્ષ્ણ આઘાતજનક ઇજાઓથી થયું હતું. વરૂણના દાદા નેમજી છેડા, જેઓ એન્જિનિયર છે, તેઓ 1964માં ગુજરાતના કચ્છ જિલ્લાના કુંદરોડીથી અમેરિકામાં સ્થાયી થયા હતા. મૃતકના પિતા મનીષ છેડાનો જન્મ પણ અમેરિકામાં થયો હતો અને તેઓ ઈન્ડિયાનાપોલિસની હેન્કોક રિજનલ હોસ્પિટલમાં ફિઝિશિયન છે. વરુણના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement