ઘરકામ બાબતે ઝઘડો થતાં પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીનું ઢીમઢાળી દીધું

07 October 2022 11:34 AM
Dhoraji Crime Saurashtra
  • ઘરકામ બાબતે ઝઘડો થતાં પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીનું ઢીમઢાળી દીધું

► જામકંડોરણા નજીક રામપર ગામે વાડી વિસ્તારની હત્યાની ઘટના

(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી,તા.7
રાજકોટ જિલ્લાનાં જામકંડોરણા નજીક આવેલા રામપર ગામે સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં મધરાત્રે ઘરકામ અને મજુરી કામ બાબતે પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીની હત્યા નિપજાવતા ચકચાર મચી હતી બનાવના પગલે જામકંડોરણા પોલીસે સ્થળ પર દોડી જઈ આરોપી પતિની અટકાયત કરી હતી. અને ગુનો નોંધ્યો હતો.તહેવારો વચ્ચે રાજકોટ જિલ્લો રકત રંજીત બન્યો છે. શાપર નજીક પારડીમાં મિત્રના હાથે મિત્રની હત્યા થઈ ત્યારે જે જામકંડોરણા તાલુકાના રાપર ગામે પત્ની રમીલાબેન દીનેશભાઈ બિલવાલ (આદિવાસી) (ઉ.વ.33, રહે.હાલ રામપર ગામની સીમમાં,મૂળ જાંબુઆ મધ્યપ્રદેશ)ની હત્યા તેના જ પતિ દિનેશ વાલીયા બિલવાલે કુહાડીના ઘા ઝીંકીને કરી હતી.

► બે-એક દિવસ પહેલા જ મધ્યપ્રદેશના જાંબુઆનો પરિવાર ખેત મજૂરી કરવા રામપરના વિપુલભાઈ ચોવટીયાની વાડીએ આવેલો, મોડી રાત્રે દોઢેક વાગ્યે પતિ-પત્ની વચ્ચેના ઝઘડાથી ખુનીખેલ ખેલાયો

પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગત મુજબ મૃતક રમીલાબેન અને તેનો પતિ દિનેશ તેમજ તેમના બે દિકરા-બે-એક દિવસ પહેલા જ ખેત મજૂરી કરવા અર્થે તેમના વતનથી જામકંડોરણાના રામપર ગામે આવેલા અત્રે રામપરના સીમ વિસ્તારમાં મેવાવડ જવાના રસ્તે આવેલ વિપુલભાઈ ગીરધરભાઈ ચોવટીયાની વાડીમાં તેઓ રહેતા હતા અને ખેતમજુરી કરતા હતા.અહીં દંપતિ વાડીમાં ખેજુરી કરતા અને અહીં જ રહેતા હતા. ગઈકાલે દિનેશ ઘરકામ અને ખેતમજૂરી કામ બાબતે રમીલા સાથે ઝઘડો કર્યો હતો. રાત્રીના સમયે દોઢેક વાગ્યે આ સામાન્ય બાબતના ઝઘડાઓ ઉગ્રરૂપ ધારણ કરી લીધું હતું. પતિએ પ્રથમ પત્ની રમીલાને ઢીકાપાટુનો મારમાર્યો હતો બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા પતિ દિનેશના હાથમાં કુહાડી આવી જતા તેણે કુહાડીના બે-ત્રણ ઘા તેની જ પત્ની રમીલાના ગળામાં મારી દીધા હતાં. કુહાડીના ઉંડા ઘાના કારણે લોહીના ફુવારા છુટયા હતા. અને પત્ની રમીલા બે ભાન થઈ ઢળી પડી હતી. બનાવના પગલે આસપાસ રહેતા ખેતમજુરો અને દિનેશ-રમીલાના સગા-સંબંધી દોડી આવેલા, ખૂની ખેલ અંગે અણચતા વાડી માલીક પણ દોડી આવેલા

► ઘટના સ્થળે જ 33 વર્ષિય રમીલાબેને દમ તોડી દેતા તેના માસીયાભાઈ માંજુભાઈની ફરિયાદ પરથી પીએસઆઈ ડોડીયા અને તેમની ટીમો ગુનો નોંધ્યો: આરોેપી પતિ દિનેશ બિલવાલની ધરપકડ

આ તરફ 108ને પણ જાણ કરતા એમ્બ્યુલન્સ તુરંત આવી પહોંચી હતી. અને એમ્બ્યુલન્સના ઈએમટી ડોકટરે રમીલાબેનને તપાસી મૃત જાહેર કર્યાં હતાં. જામકંડોરણા પોલીસ મથકના પીએસઆઈ,બી.એમ.ડોડીયા, રાઈટર મનજીભાઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો જરૂરી કાગળ કાર્યવાહી કરી મૂતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જામકંડોરણાના સરકારી દવાખાને ખસેડાયો હતો. આ તરફ પોલીસે મૃતક રમીલાબેનના માસીયારભાઈ માંજુભાઈ બાબુભાઈ ડામોર (ઉ.વ.36)(રહે.રામપર મેઘાવડ જવાના રસ્તે, વિપુલભાઈની વાડીમાં, મૂળ લંબેલા, મકના ફળીયું, તા.રાણપુર,જિ.જાંબુઆ, મધ્યપ્રદેશ)ની ફરિયાદ પરથી આઈપીસીકલમ 302, જીપીએકટ કલમ 135 મુજબ ગુનો નોંધી પતિ દિનેશની ધરપકડ કરી હત્યામાં ઉપયોગ લેવાયેલી કુહાડી કબ્જે કરી છે. ફરિયાદીએ આપેલી વિગત મુજબ રમીલાબેનનો પરિવાર મૂળ જાંબુઆના ઘાટીયા આળુ ફળીયું મધ્યપ્રદેશના વતની છે. બે દિવસ પહેલા જ અહીં રામપર આવેલા, બે દિકરાઓમાં વિહોણા થતા આદિવાસી પરિવારમાં શોક છવાયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement