મોરબીમાં સોની વેપારીનો આપઘાત

07 October 2022 11:35 AM
Morbi Crime Saurashtra
  • મોરબીમાં સોની વેપારીનો આપઘાત

બિમારી અને નબળા ધંધાની ચિંતામાં આવી ડેમમાં ઝંપલાવી દીધું

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.7
મોરબીના ભવાની ચોક પાસે આવેલ વિશ્ર્વકર્મા મંદિરની બાજુમાં રહેતા સોની વેપારી યુવાનનો ધંધો નબળો ચાલતો હોય તેમજ શારીરિક તકલીફ હોવાના કારણે તેણે કંટાળી જઈને નજીકના મચ્છુ બે ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના ભવાની ચોકમાં આવેલ વિશ્ર્વકર્મા મંદિર પાસે રહેતા સોની વેપારી જયેશભાઈ છગનભાઈ રાણપરા સોની (ઉંમર 44) એ મોરબી નજીકના મચ્છુ બે ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતકના ભાઈ કેતનભાઇ છગનભાઈ રાણપરા (ઉંમર 42) જાણ કરી હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે મૃતક યુવાનને બીપીની તકલીફ હતી તેમજ બંને પગના ગોળામાં તકલીફ હતી તેની સાથોસાથ ધંધો પણ નબળો હોવાથી કંટાળી જઈને તેઓએ મચ્છુ-બે ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું મૃતકના પરિવારજનો પાસેથી પોલીસને જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement