જસદણનાં ગૌરવપંથમાંથી ડામર ગુમ: કાંકરીઓ ઉડી

07 October 2022 11:39 AM
Jasdan Saurashtra
  • જસદણનાં ગૌરવપંથમાંથી ડામર ગુમ: કાંકરીઓ ઉડી

જીઆઈડીસીપી આટકોટ રોડ બાયપાસ સર્કલ સુધીનો માર્ગ બિસ્માર

(નરેશ ચોહલીયા) જસદણ,તા.7 : જસદણ નગરી જાણે કે ખાડાની નગરી બની ગઈ હોય તેમ શહેરભરના મોટાભાગના રાજમાર્ગો સહિતના રસ્તાઓ જાણે કે ખાડામાં ગરકાવ થઈ ગયા હોય તેવી બદતર હાલતમાં ફેરવાઈ ગયા છે. જેમ કે, જસદણનો સુવિધાપથ, આટકોટ રોડ પરનો ગૌરવપથ, બાયપાસ સર્કલ, પોલારપર રોડ અને નવા બસસ્ટેન્ડ સહિતના તમામ મુખ્ય રાજમાર્ગોની સ્થિતિ વધુ વણસી ગઈ છે.

હાલ જસદણ શહેરમાં પ્રવેશ કરવાથી માંડી રાજમાર્ગો સહિતના રસ્તાઓ ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયા હોવાથી અનેક નાના-મોટા વાહનો ફસાઈ જવા તેમજ સ્લીપ થવાના બનાવો વધી રહ્યા છે. છતાં જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા આ ખાડાઓ બુરવામાં આવતા નથી. જસદણ શહેરના રોડ-રસ્તાઓની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે દૂરબીનથી રસ્તાને શોધો તોય ‘રસ્તો’ ન જડે.

લોકોની જ્યાં નજર પડે ત્યાં બસ ખાડા અને કાંકરી જ જોવા મળી રહી છે. છતાં જસદણ નગરપાલિકા તંત્રને આવા ખખડધજ રસ્તાનો કોઈ ‘રસ્તો’ જ જડતો નથી. જેથી વિકાસના ખોટા બણગા ફૂંકનારા જસદણ નગરપાલિકાના પેધી ગયેલા સરકારી બાબુઓ દ્વારા જસદણ શહેરના ખખડધજ રોડ-રસ્તાઓનું યોગ્ય રીપેરીંગ કામ કરવામાં આવે તેવું જાગૃત લોકો ઈચ્છી રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement