ટીવી અને ફિલ્મોમાં આગવી ઓળખ ઉભી કરનાર અભિનેતા અરુણ બાલીનું નિધન

07 October 2022 11:43 AM
Entertainment India
  • ટીવી અને ફિલ્મોમાં આગવી ઓળખ ઉભી કરનાર અભિનેતા અરુણ બાલીનું નિધન

યલગાર, ખલનાયક, કેદારનાથ જેવી ફિલ્મો અને ‘ધ ગ્રેટ મરાઠા’, ‘શક્તિમાન’ જેવી સીરીયલોમાં તેમણે ભૂમિકા ભજવેલી

મુંબઈ તા.7
અનેક ફિલ્મો અને ટીવી સીરીયલ્સમાં પોતાની એકટીંગથી લોકોના દિલ જીતી લેનાર એકટર અરુણ બાલીન આજે સવારે 4.30 વાગ્યે નિધન થયું છે. તેઓ અનેક દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂકયા હતા. અરુણ બાલ માયસ્થેનિયા ગ્રેવિસ નામની દુર્લભ બીમારીથી પીડિત હતા. આ એક ઓટોઈમ્યુન બીમારી છે જે નર્વ અને મસલ્સ વચ્ચે કોમ્યુનીકેશન ફેલ્યોના કારણે થાય છે.

અરુણ બાલીના નિધનથી ટીવી અને બોલીવુડમાં શોકની લહેર ફેલાઈ છે. અનેક સેલીબ્રીટીઓ અને ફેન્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 90ના દાયકાથી અરુણ બાલીએ કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેઓ રાજુ બન ગયા જેન્ટલમેન, ખલનાયક, જબ વી મેટ, ફુલ બને અંગારે અને છેલ્લે લાલસિંહ ચઢ્ઢા જેવી ફિલ્મો તેમજ નીમ કા પેડ, દસ્તૂર, ચાણકય, દેખ ભાઈ દેખ, ધી ગ્રેટ મરાઠા, શક્તિમાન, દેવો કે દેવ મહાદેવ જેવી લોકપ્રિય સિરિયલોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement