ડિમેન્શિયા પીડિતોમાં આપઘાતની સંભાવના સાત ગણી વધુ

07 October 2022 11:49 AM
Health India World
  • ડિમેન્શિયા પીડિતોમાં આપઘાતની સંભાવના સાત ગણી વધુ

બ્રિટનમાં થયેલા સંશોધનમાં દાવો: 50માંથી એક દર્દીએ આત્મહત્યાના વિચારની વાત સ્વીકારી

લંડન તા.7
યુવાવસ્થામાં ડિમેન્શિયાથી પીડિત લોકોમાં આત્મહત્યા કરવાની સંભાવના સાત ગણી વધુ હોય છે. બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં આ દાવો કરાયો છે. સંશોધનમાં લગભગ 5.94 લાખ લોકોના મેડીકલ રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી. સંશોધન અનુસાર ડિમેન્શિયાથી પીડિત દર 50માંથી એક વ્યક્તિએ એ વાત સ્વીકારી હતી કે આ બીમારીના કારણે તેમને લાગે છે કે તે આત્મહત્યા કરી લે. તેમણે તેનું કારણ ડિમેન્શીયાના લક્ષણ ડિપ્રેશન અને ઉંઘ ન આપવી તે ગણાવ્યું છે.

લંડનની ‘કવીન મેરી યુનિવર્સિટી’ અને ‘નોટીંધમ યુનિવર્સિટી’ના સંશોધકોએ ડિમેન્શીયાને મોતનું મુખ્ય કારણ માનીને આત્મહત્યાના જોખમનો તેની સાથે સંબંધનો પતો મેળવવા માટે વર્ષ 2001 થી 2019 દરમિયાન રોગીઓના મેડીકલ રિપોર્ટનો અભ્યાસ કર્યો હતો. જેમાં બહાર આવ્યું હતું કે આ 18 વર્ષોમાં લગભગ 4940 પીડિતોએ ડિમેન્શીયાથી મુક્તિ મેળવી હતી.

ત્યારબાદ સંશોધકોએ માત્ર 65 વર્ષથી ઓછી વયના પીડિતોના મેડીકલ રિપોર્ટ પર નજર રાખી તેમાં એ વાત બહાર આવી હતી કે ડિમેન્શીયાના બારામાં જાણતા પીડિતોમાં સામાન્ય લોકોની તુલનામાં આત્મહત્યા કરવાની સંભાવના ત્રણ ગણી વધુ હતી, જયારે તેનાથી મુક્તિ મેળવ્યા બાદ પ્રારંભીક ત્રણ મહિનામાં તેમનામાં આત્મહત્યા કરવાની સંભાવના સાતગણી વધુ હતી.

ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં લગભગ 8.5 લાખ લોકો ડિમેન્શિયાથી પીડિત છે જેમાં 42 હજાર લોકો 35 વર્ષથી નીચેની વયના છે. ભારતમાં લગભગ 10 હજાર લોકો ડિમેન્શીયાથી પીડિત છે. આ બધા 60 વર્ષથી વધુ વયના છે. 2035 સુધીમાં આ આંકડો બે ગણો થઈ શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement