ઈકો કારમાં પથ્થર મારવા મામલે થયેલ મારામારીમાં સામસામી ફરીયાદ દાખલ

07 October 2022 11:50 AM
Jasdan Crime Rajkot
  • ઈકો કારમાં પથ્થર મારવા મામલે થયેલ મારામારીમાં સામસામી ફરીયાદ દાખલ

જસદણના લાખાવડનો બનાવ : ધોકા અને પાઈપથી થયેલ હુમલામાં બન્ને જુથના ઘવાયેલા બે યુવકોને સારવારમાં સીવીલે ખસેડાયા: પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા.7
જસદણના લાખાવડ ખાતે ઈકકો કારમાં પથ્થર મારવા મામલે કૌટુંબીક બે જુથ વચ્ચે થયેલ મારામારીમાં બે યુવકોને ઈજા પહોંચતા સારવારમાં રાજકોટ સીવીલે ખસેડાયા હતા. બનાવ અંગે જસદણ પોલીસમાં સામસામી ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે ફરીયાદી ચંદુભાઈ દાનાભાઈ સરીયા (ઉ.55) (રહે. નાની લાખાવડ, જસદણ)એ જણાવ્યું હતું કે ગત રોજ મારી વાડીએ મારી પુત્રી તથા મારો જમાઈ ઈકો ગાડી લઈને આવ્યા હતા. ત્યારે અમો ઘર તરફ જતા હતા ત્યારે મારા પડોશી મનુભાઈ ધનજીભાઈ સરીયાએ ઈકો ગાડીમાં પથ્થરનો ઘા કરેલ જે અંગે વાત કરતા મનુ અને તેનો મીત્ર અશ્ચિન વાલજી ડાંગર (રહે.જસદણ) બન્ને ઉશ્કેરાયા હતા અને ઢીકાપાટુનો માર મારતા માથાના ભાગે ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો.

સામા પક્ષે મનુભાઈ ધનજીભાઈ સરીયાએ સામી ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે હું મારી વાડીએ હતો ત્યારે ચંદુભાઈ દાનાભાઈ સરીયા અને રાજેશ ગોરધન બાઈકમાં ધસી આવ્યા હતા. અને તે કારમાં પથ્થરનો ઘા કેમ કર્યો કહી બેઝબોલના ધોકાથી ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા. જેમાં શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં સીવીલે ખસેડાયા હતા. બનાવ અંગે સામસામી ફરીયાદ પરથી જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement