જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા મુલાયમસિંહ: કિડનીમાં ઝડપથી ફેલાતું સંક્રમણ

07 October 2022 11:51 AM
India
  • જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા મુલાયમસિંહ: કિડનીમાં ઝડપથી ફેલાતું સંક્રમણ

સીઆરઆરટી થેરાપી સપોર્ટ પર નેતાજી: એનસીપી નેતા શરદ પવાર હોસ્પિટલે પહોંચ્યા

મેદાંતા તા.7
અહીંની મેદાંતા મેડિસિટી હોસ્પિટલમાં દાખલ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું સ્વાસ્થ્ય વધુને વધુ કથળતું જાય છે. તેમને કિડનીમાં સંક્રમણની સમસ્યા વધી ગઈ છે. ત્યાર બાદ તેમને આ સમસ્યાના સંબંધમાં સૌથી એડવાન્સ સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને સારવાર કરવામાં આવી રહી છે.

મેદાંતા મેડિસિટી હોસ્પિટલના સૂત્રો મુજબ તેમની કિડનીમાં સંક્રમણ ફેલાઈ ગયું છે. જેના કારણે શરીરમાં કિએટનિન લેવલ વારંવાર અનિયંત્રિત થઈ રહ્યું છે. આ સ્થિતિમાં તેમને ડાયાલિસીસની જગ્યાએ તેમને એડવાન્સ કન્ટીન્યુઅસ રીનલ સિલેસમેન્ટ થેરાપી (સીઆરઆરટી થેરાપી) સપોર્ટ પર રાખવામાં આવેલ છે.

આ થેરાપી કિડની ખરાબ થયા છતા પણ સામાન્ય ડાયાલીસીસથી પણ બહેતર સારવાર થાય છે. મુલાયમસિંહની કુશળતા જાણવા ઉત્તરપ્રદેશના સપા નેતાઓ, કાર્યકર્તાઓ હોસ્પિટલે આવવાનો દોર ચાલી રહ્યો છે.

જોકે કોઈને મુલાયમસિંહના તબીબી રૂમ સુધી જવાની મંજૂરી નથી. ગુરુવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે પણ હોસ્પિટલે મુલાયમસિંહના હાલચાલ જાણવા આવ્યા હતા. તે અખિલેશ યાદવવને મળ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement