સલાયા : પત્રકારનું સ્વાસ્થ્ય જલ્દી સુધરે : મજલીસમાં દુઆ

07 October 2022 11:51 AM
Jamnagar
  • સલાયા : પત્રકારનું સ્વાસ્થ્ય જલ્દી સુધરે : મજલીસમાં દુઆ
  • સલાયા : પત્રકારનું સ્વાસ્થ્ય જલ્દી સુધરે : મજલીસમાં દુઆ

સલાયાના ઉંમરલાયક પીઢ પત્રકાર અને લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઇ લાલ ઉપર થયેલ હુમલામાં પત્રકારને માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હતી. હાલ તેઓ સારવાર હેઠળ છે. જેની તબીયત જલ્દી સુધરી જાય એ માટે સલાયાના ભાડેલા જમાત તેમજ મુસ્લીમ જમાતએ મજલીસમાં હજારો મુસ્લિમ ભાઇ-બહેનોની હાજરીમાં ભરતભાઇની તબીયતમાં જલ્દી સુધારો થાય એ માટે દુઆ કરી હતી. સાલાયાના હિન્દુ પત્રકાર માટે મજલીસમાં દુઆ કરી કોમી એકતા અને ભાઇચારાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડયુ છે. હાલ મુસ્લીમ લોકોના પવિત્ર બારમી શરીફના તહેવાર ચાલુ હોય રોજ મજલીસ કરવામાં આવે છે. આમ મજલીસમાં કોમી એકતાના દર્શન થયા હતા. (તસ્વીર : આનંદ લાલ - સલાયા)


Advertisement
Advertisement
Advertisement