વાગુદડના પાટીયા પાસે કોન્ટ્રાક્ટરના મકાનમાંથી રૂ.2.53 લાખના દાગીનાની ચોરી

07 October 2022 11:52 AM
Rajkot Crime
  • વાગુદડના પાટીયા પાસે કોન્ટ્રાક્ટરના મકાનમાંથી રૂ.2.53 લાખના દાગીનાની ચોરી

દીનેશભાઈએ થેલામાં રાખેલા સોનાનો હાર અને બે વીંટીની તસ્કરીની ફરિયાદ: શકમંદ તરીકે રસોઈયા મહિલાનું નામ

રાજકોટ. તા.7
વાગુદડના પાટીયા પાસે કોન્ટ્રાક્ટરના મકાનમાંથી થેલામાં રાખેલ સોનાનો હાર અને બે વીંટીની રૂ.2.53 લાખના મુદામાલની ચોરી થયાની લોધિકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેમાં શકમંદ તરીકે ત્યાં કામ કરતી રિદ્ધિબેન નામની મહિલાનું નામ આપ્યું હતું.

બનાવ અંગે દિનેશભાઈ દેવાભાઈ મોડેદરા (ઉ.વ.27) (ધંધો,કોન્ટ્રાકટર) (રહે,વાગુદડ પાટીયા પાસે, લોધીકા) એ વધુમાં જણાવ્યું હતું કે, હું મારી પત્ની શાંતીબેન સાથે સાતેક મહીનાથી મારા ફુવા કરશનભાઈ નથુભાઈ સુત્રેજા સાથે રહુ છુ અને હુ બાંધકામના કોન્ટ્રાકટ રાખું છું. ગઇ તા.18ના હુ તથા મારી પત્ની કૌટુંબીક મોટા ભાઈની દિકરીના લગ્નમાં ગયેલ હતાં. જ્યાંથી તા.10ના બપોરના ઘરે વાગુદડ ગામના પાટીયે આવેલ હતાં, અને સમાનનો થેલો રૂમમાં રાખી ઑફિસે જતો રહેલ હતો.

બાદમાં સાંજના હું ઘરે ચા પાણી પીવા ગયેલ ત્યારે મને મારા ફુવાએ જમવાનું બનાવા માટે કામ ઉપર રાખેલ રિધ્ધીબેન જયેશભાઈ ત્રીવેદી (રહે.પાલનપુર, બનાસકાઠા) જે 10 દિવસ પહેલા જ તેની બે પુત્રી સાથે અને તેને વતન જવાનું હોવાથી તે નીકળી ગયાં હતાં. જે બાદ મારી પત્નીએ મને જાણ કરી કે આપળા થેલામાં રાખેલા સોનાનો છ તોલાનો હાર તથા બે સોનાની વીંટીની ચોરી થયેલ છે અને જ્યારે હું થેલાં ચેક કરતી હતી ત્યારે 10 દિવસથી કામે રાખેલ રિદ્ધિબેન ત્યાં હાજર હતાં જેથી સોનાના દાગીના રૂ.2.53 લાખના મુદામાલની ચોરીની લોધિકા પોલીસે ફરિયાદ નોંધાવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement