મેટોડામાં કારખાનું ધરાવતા રાજકોટના રાકેશ પટેલનો ફાંસો ખાઈ આપઘાત

07 October 2022 11:53 AM
Rajkot Crime
  • મેટોડામાં કારખાનું ધરાવતા રાજકોટના રાકેશ પટેલનો ફાંસો ખાઈ આપઘાત

આજે વહેલી સવારે પત્ની સંતાનોને સ્કૂલે મુકવા માટે તૈયાર કરવા ઉઠ્યા ત્યારે પતિનો મૃતદેહ લટકતો હતો:આર્થિકભીંસથી પગલું ભરી લીધાનું તારણ:પટેલ પરિવારમાં શોક

રાજકોટ,તા.7 : રાજકોટના કાલાવડ રોડ પર આવેલા રવિ ટાવરના નવમાં માળે રહેતા પટેલ કારખાનેદારે આજે સવારે પોતાના ઘરે જ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે.પ્રોઢે આર્થિક ભીંસથી કંટાળી પગલું ભરી લીધાનું યુનિવર્સિટી પોલીસ મથકમાંથી પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. બનાવની વિગતો અનુસાર,કાલાવડ રોડ રવિ ટાવરના ફ્લેટ નંબર 903માં રહેતા રાકેશભાઈ રમણિકભાઈ હિંગાણી (ઉ.વ.50) નામના પ્રોઢે આજે વહેલી સવારે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે તપાસ કરતા આજે સવારે રાકેશભાઈના પત્ની તેમના સંતાનોને સ્કૂલે મોકલવા માટે ઉઠ્યા ત્યારે જોયું તો પતિનો મૃતદેહ લટકતી હાલતમાં હતો.તેઓને મેટોળામાં પ્લાસ્ટિકની ચીજ વસ્તુ બનાવવાની ફેકટરી આવેલી છે થોડા સમયથી આર્થિક ભીંસમાં આવી જતા પગલું ભરી લીધું હતું અને રાકેશભાઈના મોતથી સંતાનોએ પિતાની છત્ર છાયાં ગુમાવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement