દશેરાની શુભેચ્છા આપનાર મહમદ શમીથી કટ્ટરવાદીઓ નારાજ: ફતવાની ધમકી

07 October 2022 12:12 PM
India Sports
  • દશેરાની શુભેચ્છા આપનાર મહમદ શમીથી કટ્ટરવાદીઓ નારાજ: ફતવાની ધમકી

ટીમ ઈન્ડીયાના પેસ બોલર મહમદ શમી સામે કટ્ટરપંથીઓએ ફતવો જાહેર કરવાની ધમકી આપી છે. હાલમાં જ એક ટવીટમાં શમીએ ભારતના લોકોને દશેરાની શુભેચ્છા આપતો સંદેશ આપ્યો હતો પરંતુ કટ્ટરપંથીઓએ તે મુદે વિરોધ કર્યો છે.

શમીએ પોતાના ટવીટમાં ભગવાન રામની તસ્વીર પણ અપલોડ કરી હતી અને લખ્યુ હતું કે દશેરાના પાવન પર્વ પર મારી ભગવાન રામ ને એ પ્રશ્ન છે કે તમામના જીવનમાં ખુશી અને સફળતા આવે.

આપ સૌને આપના પરિવારની હાર્દિક શુભકામના. પરંતુ કટ્ટરપંથી સંગઠનો એ હવે મહમદ શમીને ધમકીભર્યા સંદેશા આપવા લાગ્યા છે અને તેની સામે ફતવો જાહેર કરવાની પણ ધમકી આપી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement