મોરબીની સંકલ્પ નવરાત્રીમાં મેગા ફાઇનલ યોજાયો: ખૈલૈયાઓ મન મુકીને ઝૂમ્યા

07 October 2022 12:14 PM
Morbi
  • મોરબીની સંકલ્પ નવરાત્રીમાં મેગા ફાઇનલ યોજાયો: ખૈલૈયાઓ મન મુકીને ઝૂમ્યા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.7 : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું તેના છેલ્લા દિવસે મેગા ફાઇનલ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મુકીને રાસ ગરબે ઘૂમયા હતા. યંગ ઇન્ડિયા ગ્રુપના સંકલ્પ નવરાત્રી ઉત્સવમાં નવ દિવસના વિજેતા ખેલૈયાઓનો મેગા ફાઇનલ રાઉન્ડ યોજયો હતો.

જેમાં વિજેતા થયેલા ખેલૈયાઓમાં પ્રિન્સ પાર્થ પાટડીયા, પ્રિન્સેસ છાયા આહીર, લીટલ પ્રિન્સ બોપલીયા ભવ્ય, લિટલ પ્રિન્સેસ વિશ્વા કવૈયાને સોનાની વસ્તુઓ તેમજ લાખેણા ઇનામો આપવામાં આવ્યા હતા. આ તકે પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજય લોરીયા અને તેમની ટીમ હાજર રહી હતી ત્યાર બાદ અજય લોરિયાએ યંગ ઇન્ડિયા ગ્રુપની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને પાટીદાર નવરાત્રી તરફથી 1.11 લાખનું અનુદાન આપ્યું હતું તે ઉપરાંત ગણેશ મંડપ સર્વિસ વાળા પાટીદાર અગ્રણી અરવિંદભાઈ બારૈયા, મોરબી પાલિકા માજી પ્રમુખ કેતન વિલપરા અને ટિકટોક સ્ટાર ઓમ બારૈયા સહિતના હાજર રહ્યા હતા.

છેલ્લે દેવેનભાઈએ જણાવ્યું હતું કે, સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરેક સમાજની બહેનોને વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવી હતી અને એકદમ સુરક્ષિત વાતાવરણમાં હજારો બહેનો રાસ ગરબે ઘૂમી હતી અને આ આયોજનને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામનો યંગ ઇન્ડિયા ગ્રુપ વતી આયોજકે આભાર વ્યક્ત કર્યો હતો.


Advertisement
Advertisement
Advertisement