વાંકાનેરની કેરાળા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સામે એટ્રોસીટીની ફરિયાદ: ચકચાર

07 October 2022 12:15 PM
Morbi
  • વાંકાનેરની કેરાળા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સામે એટ્રોસીટીની ફરિયાદ: ચકચાર

પંચાયતની બેઠકમાં જ્ઞાતિ વિશે અપમાન કર્યાની અરજીના આધારે તપાસ બાદ ગુનો દાખલ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.7 : વાંકાનેર તાલુકના કેરાળા ગામમાં આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટરમા કેરાળા ગ્રામ પંચાયતની ગત મે માહિનામાં બેઠક મળી હતી ત્યારે ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના સભ્ય તથા સામાજીક ન્યાય સમીતી ચેરમેને જ્ઞાતિ વિશે અપમાન થાય તેવો શબ્દ બોલી જાહેરમા હડધુત કર્યા હતા જેથી કરીને તેને અરજી કરી હતી જેની તપાસના અંતે હાલમાં ગામના સરપંચ સામે એટ્રોસીટીની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં કેરાળા ગામે રહેતા ગ્રામ પંચાયતના સભ્ય તથા સામાજીક ન્યાય સમીતી ચેરમેન રમેશભાઇ દામજીભાઇ લઢેર (43)એ હાલમાં કેરાળા ગ્રામ પંચાયતના સરપંચ નરગીશબેન આરીફભાઇ બાદી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.7/5/2022 ના રોજ બપોરે 12 વાગ્યાના અરશામા પંચાયતની બેઠક મળેલ હતી જેમાં આરોપી સવર્ણ જાતિના હોય ફરીયાદી કેરાળા ગ્રામ પંચાયતના સભ્ય તથા સામાજીક ન્યાય સમીતી ચેરમેનના હોદા ઉપર હોય પંચાયતની બેઠક સમયે ફરીયાદીની જ્ઞાતિ વિશે અપમાન થાય તેવો શબ્દ બોલી જાહેરમા હડધુત કર્યા હતા જેથી કરીને ફરિયાદી અરજી કરી હતી જેની તપાસના અંતે નાયબ પોલીસ અધિક્ષક એસ.સી. એસ.ટી. સેલના હુકમથી હાલમાં એટ્રોસીટી એકટ કલમ 3(1) (છ)(જ) મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

દેશી દારૂની ભઠ્ઠી
મોરબી તાલુકાના લીલાપર ગામે આવેલ કારખાનાની પાછળના ભાગમાં નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો સાડા ચારસો લીટર આથો મળી આવ્યો હતો તેમજ તૈયાર 20 લીટર દેશી દારૂ અને અન્ય સાધનો મળી આવતા પોલીસે 2950 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપી અનિલભાઈ અરવિંદગીરી ગોસ્વામી જાતે બાબાજી (ઉંમર 22) રહે. હાલ ગોપાલ નળીયાના કારખાનામાં લીલાપર વાળાની ધરપકડ કરી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

દેશી દારૂની ભઠ્ઠી
વાંકાનેર તાલુકાના વીરપર ગામે સોરસગા તરીકે ઓળખાતી ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી તેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લીટર આથો તેમજ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવતા પોલીસે કુલ મળીને 4860 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ તમામ મુદ્દામાલ માધવભાઈ વાઘજીભાઈ કોળી રહે. વીરપર વાળાનો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે આવી જ રીતે વીરપર ગામના સ્મશાનની પાસે આવેલ વાળાની બાજુમાં પડામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી આધારે ત્યાં રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 500 લીટર આથો તેમજ 30 લીટર તૈયાર દેશી દારૂ મળી આવતા પોલીસે દેશી દારૂ બનાવવા માટેના સાધનો સહિત 4260 રૂપિયાના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આ માલ વિજયભાઈ રૂપાભાઈ કોળી રહે. વીરપર વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


Advertisement
Advertisement
Advertisement