મોરબીમાં હરિપર પાસે બાઇક અકસ્માતમાં યુવાનનું મોત

07 October 2022 12:17 PM
Morbi
  • મોરબીમાં હરિપર પાસે બાઇક અકસ્માતમાં યુવાનનું મોત

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 7 : મોરબી તાલુકાના હરીપર ગામ પાસે મોરબી માળીયા હાઇવે રોડથી હરીપર ગામ તરફ જવાના રસ્તે ગોલાઇ પાસે બાઇક વોકળામાં ઉતરી જતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ આએમપીના ધટબોરી ગામના રહેવાસી ધ્રોલ તાલુકાનાં ભેસદળ ગામ વસમભાઇ પટેલની વાડીએ રહેતા રાકેશભાઇ વેરસીંહ પલાસિયા જાતે આદિવાસી (20)એ મરણ જનાર બુંદલાભાઇ ઉર્ફે રાજનભાઇ વેરસીંગભાઇ પલાસીયા (22) રહે. હાલ મોરબી-2 મહેશભાઇ ભારાભાઇ વકાતરના ઘરે ત્રાજપર ખારી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે

જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના હરીપર ગામ પાસે મોરબી માળીયા હાઇવે રોડથી હરીપર ગામ તરફ જવાના રસ્તે ગોલાઇ ઉપર ફરીયાદીના ભાઇ બુદલાભાઇ પોતાના હવાલા વાળુ હિરો હોન્ડા સી.ડી. ડોન બાઇક નંબર જીજે 3 એપી 3154 લઈને જતાં હતા ત્યારે બાઇક વોકળામાં ઉતરી જતા અકસ્માતનો બનાવ બનેલ હતો અને ફરીયાદીના ભાઇ બુદલાભાઇને માથામા તથા પગમા ગંભીર ઇજા થતા મોત નીપજયું હતું હાલમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આઇ.પી.સી. કલમ 279, 304(અ) તથા એમવી એકટ કલમ 177, 184 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.


Advertisement
Advertisement
Advertisement