રાજકોટથી શરૂ થયેલી સફર આજે દિલ્હીમાં દેશનું નેતૃત્વ કરે છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન કાર્યકાળનો આજે 22માં વર્ષમાં પ્રવેશ

07 October 2022 12:26 PM
Rajkot Gujarat Politics
  • રાજકોટથી શરૂ થયેલી સફર આજે દિલ્હીમાં દેશનું નેતૃત્વ કરે છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન કાર્યકાળનો આજે 22માં વર્ષમાં પ્રવેશ

હાલના વડાપ્રધાન તથા ગુજરાતના એક સમયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી માટે તા.7 ઓકટોબરનો દિવસ અત્યંત મહત્વનો છે. 21 વર્ષ અગાઉ તા.7 ઓકટોબર 2001ના તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો હતો તે પ્રસંગની આ તસ્વીર અને તે બાદ જે રીતે ગુજરાત એ શાસનમાં દેશમાં મોડેલ બન્યુ અને 2014 સુધી મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજયને વિકાસના પંથે દોડતુ કર્યુ.

તે બાદ તેઓએ રાષ્ટ્રીય સુકાન સંભાળ્યુ અને આજે તેઓ દેશનાં વડાપ્રધાન જ નહી વૈશ્વિક લીડર પણ બની ગયા છે અને ભારત વિશ્વમાં મહત્વનું રાષ્ટ્ર બન્યુ છે તેનો પ્રારંભ આજના દિવસે થયો હતો અને સૌથી મહત્વની બાબત એ છે કે તેઓએ પોતાના જાહેર જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડી અને જીતી હતી અને ત્યારબાદ તેઓ સતત લોકહૃદયમાં સ્થાન મેળવી રહ્યા છે.

ગુજરાતમાં 2001ના ભૂકંપ બાદ જે વિષમ પરીસ્થિતિ સર્જાઈ હતી તેમાં રાજયના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈનું આગમન ફકત રાહત બચાવ કાર્ય જ નહી પરંતુ ગુજરાતનો અને દેશનું શાસન કેવું હોવું જોઈએ તે નિશ્ચિત કરવામાં પણ મહત્વની ભૂમિકા તેઓએ ભજવી અને આજે પણ તેઓ દેશનું નેતૃત્વ કરવાની સાથે ગુજરાત માટે ખાસ લાગણી ધરાવે છે અને હાલમાં જ તેમના ગુજરાત પ્રવાસ સમયે તે પ્રદર્શિત પણ કરે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement