ગુજરાત ભાજપના પ્રભારી તથા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ બે દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે: રાજકોટના વિમાની મથકે સ્વાગત

07 October 2022 12:28 PM
Gujarat Politics
  • ગુજરાત ભાજપના પ્રભારી તથા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ બે દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે: રાજકોટના વિમાની મથકે સ્વાગત
  • ગુજરાત ભાજપના પ્રભારી તથા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ બે દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે: રાજકોટના વિમાની મથકે સ્વાગત

આગામી ધારાસભા ચૂંટણી સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીઓ દ્વારા ગુજરાતમાં આજથી પ્રવાસ શરુ કરવામાં આવ્યો છે અને તેના ભાગરૂપે ગુજરાત ભાજપના પ્રભારી તથા કેન્દ્રીય મંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવ આજે રાજકોટ વિમાની મથકે આવી પહોંચ્યા હતા.

તે સમયે ગુજરાત ભાજપના ઉપપ્રમુખ ડો. ભરત બોઘરા તથા રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી સહિતના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યુ હતું તથા બાદમાં શ્રી યાદવ રાજુલા જવા રવાના થયા હતા.

આજથી પાંચ દિવસ સુધી કેન્દ્રના મંત્રીઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રવાસ કરનાર છે અને તેઓ આ વિસ્તારમાં કેન્દ્ર તથા રાજય સરકારની યોજનાઓ વિશે લોકો સાથે સંવાદ કરશે. ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ બેઠકો યોજશે અને વિકાસકામોનું પણ નિરીક્ષણ કરશે.


Related News

Advertisement
Advertisement
Advertisement