દિલ્હીના શરાબ ગોટાળામાં વધુ એક વખત ED-CBI ના 35 સ્થળો પર દરોડા

07 October 2022 12:31 PM
India
  • દિલ્હીના શરાબ ગોટાળામાં વધુ એક વખત ED-CBI ના 35 સ્થળો પર દરોડા

પંજાબ-દિલ્હી અને હૈદરાબાદમાં 300થી વધુ અધિકારીઓ ત્રાટકયા:કેજરીવાલનો પલટવાર: ત્રણ વખતના દરોડામાં કંઈ મળ્યું નથી: અધિકારીઓનો સમય બરબાદ કરાય છે

નવી દિલ્હી તા.7
દિલ્હીમાં કેજરીવાલ સરકારના શાસનમાં થયેલા શરાબ ગોટાળામાં આજે ફરી એક વખત એન્ફોર્સમેન્ટ વિભાગ તથા સીબીઆઈની ટીમોએ દિલ્હી, પંજાબ અને હૈદરાબાદમાં 35 સ્થળોએ દરોડાના દૌર શરુ કર્યા છે. લગભગ 300થી વધુ અધિકારીઓ આ દરોડામાં જોડાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દરોડામાં શરાબના વિતરકો, શરાબ નિર્માતા કંપનીઓ તથા તેની સાથે જોડાયેલા વ્યાપારીઓના ઓફિસ તથા કામકાજના સ્થળે તલાશી લેવામાં આવી રહી છે અને ઈડીએ પણ પ્રથમ વખત સીબીઆઈની સાથે જોઈન્ટ ઓપરેશન કર્યુ છે.

અગાઉ એન્ફોર્સમેન્ટ વિભાગ આ મામલામાં 103 સ્થળોએ દરોડા પાડી ચૂકી છે. આ દરોડામાં નોંધાયેલી એફઆઈઆરમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાનું નામ પણ છે અને આ દરોડા બાદ મોટો ધડાકો પણ થઈ શકે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે આ દરોડા પર પ્રતિભાવ આપતા કહ્યું કે છેલ્લા એક માસમાં આ ત્રીજી વખત દરોડા પાડવામાં આવ્યા છે પરંતુ અત્યાર સુધી તેઓને મારી સરકાર વિરુદ્ધ કે મનીષ સિસોદીયા વિરુદ્ધ એક પણ પુરાવા મળ્યા નથી. ગંદી રાજનીતિ માટે અધિકારીઓનો સમય બરબાદ કરવામા આવી રહ્યો છે તો આ રીતે દેશ કેમ ચાલશે.


Related News

Advertisement
Advertisement
Advertisement