મોરબીની સાધુ વાસવાણી સોસાયટીની ગરબીમાં આરતીનો મંત્રીએ લાભ લીધો

07 October 2022 12:32 PM
Morbi
  • મોરબીની સાધુ વાસવાણી સોસાયટીની ગરબીમાં આરતીનો મંત્રીએ લાભ લીધો

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા શહેરના જુદાજુદા વિસ્તારમાં યોજાયેલ ગરબીમાં માતાજીનાં દર્શનનો લાભ લીધો હતી. દરમ્યાન સીંધી સમાજની વસ્તી ધરાવતી સાધુ વાસવાણી સોસાયટીની ગરબીની મંત્રીએ મુલાકાત લીધી હતી અને માતાજીની આરતી ઉતારવાનો લાભ લીધો હતો ત્યારે સોસાયટીના પ્રમુખ દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ અર્જુનભાઇ (દુબઇ)નું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સાધુ વાસવાણી સોસાયટીમાં સિમેન્ટ રોડ સહિતની અનેક સુવિધાઓ પાલિકા દ્વારા આપવામાં આવી છે જેથી કરીને પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement