લીંબડીનાં પરાલી ગામે પઢાર જ્ઞાતિનાં બે જૂથો વચ્ચે અથડામણ

07 October 2022 12:33 PM
Surendaranagar Crime
  • લીંબડીનાં પરાલી ગામે પઢાર જ્ઞાતિનાં બે જૂથો વચ્ચે અથડામણ
  • લીંબડીનાં પરાલી ગામે પઢાર જ્ઞાતિનાં બે જૂથો વચ્ચે અથડામણ
  • લીંબડીનાં પરાલી ગામે પઢાર જ્ઞાતિનાં બે જૂથો વચ્ચે અથડામણ
  • લીંબડીનાં પરાલી ગામે પઢાર જ્ઞાતિનાં બે જૂથો વચ્ચે અથડામણ

17 વ્યકિતઓ ઘાયલ : સામસામે ઘાતક હથિયારો ઉડયા : ઘાયલોને લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડાયા : ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 7
લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારમાં છેવાડાના પરાલી ગામે ગુરુવારેના બપોરના સુમારે નવરાત્રિ દરમિયાન પઢાર જ્ઞાતિના બે પરિવાર વચ્ચે માતાજીની ગરબીમાં નૈવેદ્ય ધરાવવા બાબતે થયેલી તકરારમાં વાત વધુ ઉગ્ર બનતા પઢાર જ્ઞાતિના બે પરિવાર વચ્ચે જુથ અથડામણ થઈ હતી.

જેમાં ધારિયા લાકડી જેવા ઘાતક હથિયારો સાથે બંને જૂથો સામસામે તુટી પડયા હતા. આ હુમલામાં બંને જુથમાંથી કુલ 17 લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાબડતોબ સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પાણશીણા પોલીસ મથકનો કાફલો પરાલી ગામે દોડી આવ્યો હતો. હાલમાં પરાલી ગામે ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં જિલ્લા પોલીસે કડક બંદોબસ્ત તૈનાત કરી દીધો છે. આ ઉપરાંત બંને જુથોના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

લીંબડી સિવિલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાંથી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના પરાલી ગામે માતાજીની સગડીના ગરબામા થયેલી બોલાચાલી સંદર્ભે પઢાર જ્ઞાતિના બે જુથો સામસામે આવી ગયા હતા. માતાજીના નૈવેદ્ય બાબતે થયેલી માથાકુટની વાત વણસતા બંને જુથો સામસામે આવી ગયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ સામસામે ધારીયા, સોરીયા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને સામસામે તુટી પડયા હતા. તેમાં બંને જુથોના 17 લોકોને ઈજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્તોને 108 અને ખાનગી સાધનો દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરાલી ગામે પઢાર જ્ઞાતિના બે પરિવાર વચ્ચે જુથ અથડામણ બાદ ગામમાં વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાની જાણ થતાં પાણશીણા પોલીસ ટીમ સાથે પરાલી ગામે દોડી આવ્યા હતા અને વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ઈજાગ્રસ્તોને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી હતી. જે પૈકી ત્રણને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે હાલ ધીંગાણાની તપાસ હાથ ધરી છે.

દિવ્યાંગ યુવાન તેમજ સગર્ભા મહિલા પણ નિશાન
પરાલી ગામે બે જૂથ વચ્ચેના દંગલમાં એક દિવ્યાંગ યુવાને પણ કેટલાક લોકોએ નિશાન બનાવ્યો હતો. આ ઉપરાંત એક સગર્ભા મહિલાને પણ પેટમાં પાટુ માર્યુ હોવાનું જાણવા મળેલ છે.

બંને જૂથ દ્વારા તિક્ષ્ણ હથિયારોનો ઉપયોગ
લીંબડી તાલુકાના પરાલી ગામે પરંપરાગત માતાજીના ધાર્મિક ઉત્સવમા ગરબા રમતા એક જ પરિવારનાના સભ્યો વચ્ચે લોહિયાળ અથડામણ સર્જાઇ હતી. જોત જોતામાં મારામારી થઈ હતી અને જીવલેણ હથિયારોનો છૂટથી ઉપયોગ થતાં 10 જેટલા લોકો ઘાયલ થઈ ગયા હતા.

ચિંતાજનક વાત એ છે કે અંગત અદાવતમાં એક જ સમાજના લોકો સસમ સામે આવી જતાં મહિલોઓ પણ હુમલાનો ભોગ બની છે. ઈજાગ્રસ્તોને 108 તેમજ પોલીસ વાન અને પ્રાઈવેટ વાહનોમા લીંબડી હોસ્પિટલ ખસેડાયા હતા. અન્ય લોકોને વધુ ઈજા પહોંચી હોવાથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement