ઓટો ઉદ્યોગને ઓકટોબર પર નજર: ટુ વ્હીલર તથા એન્ટ્રી લેવલ કાર વેચાણ સુસ્ત: મોંઘી ગાડીઓ વેચાય છે

07 October 2022 12:34 PM
Business India
  • ઓટો ઉદ્યોગને ઓકટોબર પર નજર: ટુ વ્હીલર તથા એન્ટ્રી લેવલ કાર વેચાણ સુસ્ત: મોંઘી ગાડીઓ વેચાય છે

મોંઘવારીની અસર ગ્રામીણ અને અર્ધશહેરી ક્ષેત્રો પર વધુ

નવી દિલ્હી: દેશના ઓટો ક્ષેત્રને હવે આ દિપાવલી કેવી જશે તેના પર તેના આગામી વર્ષનો આધાર હશે પણ હજું દ્વીચક્રી વાહનોના વેચાણમાં નવરાત્રીથી જે મોટું વેચાણ જોવા મળે છે તે આ વર્ષે હજું જોવા મળ્યું નથી.

ખાસ કરીને ગ્રામીણ તથા અર્ધશહેરી ક્ષેત્રોમાં સ્કુટર-બાઈક વિ. દ્વીચક્રી વાહનોના વેચાણના હબ ગણાય છે ત્યાં હજું મોંઘવારી અને વધતા જતા દૈનિક સહિતના ખર્ચનો તનાવ છે. ગ્રામીણ ક્ષેત્રમાં દિપાવલી બાદ રોનક આવશે. કૃષી પાક બજારમાં આવતા બાદમાં દ્વીચક્રી વાહનોનું વેચાણ વધે તેવી ધારણા છે.

તો બીજી તરફ કાર વેચાણમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે અને તેથી કાર કંપનીઓએ તેનું વેચાણ ટ્રેક પર આવશે તેવી ધારણા છે પણ આ ક્ષેત્રમાં હાઈ વેરીએન્ટ એટલે કે મોંઘી અને મીડીયમ સ્તરનું કારનું વેચાણ વધશે અને એન્ટ્રી લેવલ પરનું વેચાણ હજું સુસ્ત છે. હવે ઓકટોબરના 31માંથી 24 દિવસ તહેવારના છે અને તેથી આ માસનું વેચાણ ઓટો ક્ષેત્રનું આગામી વર્ષનું કુલ વેચાણ નિશ્ર્ચિત કરશે.


Related News

Advertisement
Advertisement
Advertisement