મોરબીમાં પાંચ વર્ષની બાળા પર દુષ્કર્મ: માતાના મિત્ર સામે ગુનો

07 October 2022 12:35 PM
Morbi Crime
  • મોરબીમાં પાંચ વર્ષની બાળા પર દુષ્કર્મ: માતાના મિત્ર સામે ગુનો

મધ્યપ્રદેશની પરિણીતા સાથે જ રહેતા શખ્સે નજર બગાડી: વઢવાણના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ: ફિટકારની લાગણી

(જીગ્નેશ ભટ્ટ)
મોરબી તા.7
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનામાં મૂળ મધ્ય પ્રદેશની પરિણીતા બે દીકરીઓ સાથે રહેતી હતી અને તેનો પતિ તેના વતનમાં રહેતો હોય હાલ મોરબી ખાતે પરિણીતાના પતિની જેમ રહેતા મૂળ વઢવાણના શખ્સે પરણીતાની પાંચ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી ભોગ બનેલ બાળકીની માતાએ મોરબી તાલુકા પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશની મહિલા પોતાની બે દીકરીઓ સાથે મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીરામીકના કારખાનામાં રહીને મજૂરી કામ કરતી હતી તેનો પતિ વતનમાં રહેતો હતો જો કે, આ પરણીતા પોતાની બે દીકરીઓ સાથે કારખાનામાં જે લેબર કવાર્ટરમાં રહેતી હતી ત્યાં મૂળ સુરેન્દ્રનગરના વઢવાણનો રહેવાસી શખ્સ આ મહિલાની સાથે તેના પતિ જેમ રહેતો હતો દરમ્યાનમાં પરણીતાની સાથે રહેતા આ શખ્સે પરણીતાની આગલા ઘરની પાંચ વર્ષની દીકરી ઉપર નજર બગાડી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતાએ તેની સાથે પતિની જેમ રહેતા શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા હાલમાં તાલુકા પોલીસ મથક ખાતે પીઆઈ કે.એ. વાળા દ્વારા દુષ્કર્મ અને પોકાસોની કલમો હેઠળ મૂળ વઢવાણના શખ્સની સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

મારામારીમાં ઇજા
મોરબીના શકત શનાળા ગામે દરબાર શેરીમાં રહેતા પ્રવીણસિંહ કેશુભા જાડેજા નામના 71 વર્ષના વૃદ્ધને શ્રીજી એસ્ટેટ પાસે મારામારીનામાં ઈજા થતા સારવારમાં સિવિલે ખસેડવામાં આવ્યા હતા એ ડિવિઝન એચ.એમ.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવતા પ્રવિણસિંહને તેમના પુત્ર સાથે ઝઘડો થયો હોય અને તેમાં મારામારીમાં ઈજા તથા સારવારમાં લઈ જવાયા છે. જ્યારે થાન પાસે આવેલ નવાગામમાં રહેતી કાજલબેન અક્ષયભાઈ પ્રેમજીભાઈ સારલા નામની 25 વર્ષની પરણીતા કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી જતા તેણીને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી.કાજલબેન લગ્નગાળો ચાર વર્ષનો છે. એ ડિવિઝનના એચ.એમ. ચાવડા દ્વારા થાન પોલીસને જાણ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા અનવરભાઈ કરીમભાઈ રાઠોડ મુસ્લિમ નામના 66 વર્ષના વૃદ્ધ ઘરેથી હોટલ તરફ જતા હતા ત્યારે રસ્તામાં બાઈકમાંથી નીચે પડી જતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે કાલિકા પ્લોટ પાછળ આવેલ શિવ સોસાયટીમાં રહેતા નૌતમલાલ ગૌરીશંકર ત્રિવેદી નામના 66 વર્ષના આધેડ સાયકલ લઈને જતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટ લેતા સારવારમાં ખસેડાયા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement