ધક્કાવાળી મેલડી મંદિરે ગરબીમાં લાયન્સ કલબ નઝરબાગ પ્લસ દ્વારા ચાંદીના બ્રેસલેટ અપાયા

07 October 2022 12:36 PM
Morbi
  • ધક્કાવાળી મેલડી મંદિરે ગરબીમાં લાયન્સ કલબ નઝરબાગ પ્લસ દ્વારા ચાંદીના બ્રેસલેટ અપાયા

લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ દ્વારા નવરાત્રિ મહોત્સવ દરમિયાન નવલખી રોડે રેલ્વે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિરમાં યોજાતી ગરબીમાં રાસ રજૂ કરતી 71 બાળાઓને નાસ્તો આપવામા આવ્યો હતો અને લ્હાણી પણ આપવામાં આવી હતી જેમાં ચાંદીના બ્રેસલેટ કુલ 71 બાળાઓને આપવામા આવી હતી ત્યારે પ્રેસિડેન્ટ રાકેશભાઈ કિષનાણી તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા અને આ પ્રોજેકટ ચેરમેન તથા લ્હાણીના દાતા હિતેન્દ્રભાઈ ભાવસાર, નિલેશભાઈ વ્યાસ, નરેન્દ્રભાઈ પોપટ અને બિમલભાઈ ભાટીયા હતા.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement