એ ડીવિઝન પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલતા પોલીસનું સન્માન કરાયું

07 October 2022 12:43 PM
Morbi
  • એ ડીવિઝન પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલતા પોલીસનું સન્માન કરાયું

મોરબીના લાતી પ્લોટ શેરી નં-ર માં આવેલ શીવ મંડપ સર્વીસમાથી તા.27 ના રોજ મંડપ સર્વીસની અલગ અલગ વસ્તુઓની કુલ મળીને 168750 ના મુદ્દામાલની ચોરી થયેલ હતી. જે બનાવ અંગે મંડપ સર્વિસના વેપારીએ એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલીને તમામ મુદામાલ રીકવર કરીને પાંચ આરોપીની ધરપકડ કરી છે જેથી એ ડિવિઝન પીઆઇ સહિતના સ્ટાફનું મંડપ સર્વિસના વેપારી દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement