મોરબીમાં પાટીદાર શિક્ષક સમાજનો ‘ચતુર્વિધ સમારોહ’ યોજાયો

07 October 2022 12:44 PM
Morbi
  • મોરબીમાં પાટીદાર શિક્ષક સમાજનો ‘ચતુર્વિધ સમારોહ’ યોજાયો

તેજસ્વી યાત્રો, પરીક્ષાર્થીઓ, શિક્ષકો સભાસદોના સન્માન: આગામી ચિંતન બેઠક ડિસેમ્બરમાં યોજાશે

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.7
મોરબી તાલુકામાં સારસ્વત શિક્ષક તરીકે ફરજ બજાવતા કડવા-લેવા પરિવારના બંધુ-ભગીનીઓનું ગ્રૂપ પાટીદાર શિક્ષક સમાજ દ્વારા સમાજમાં એકતા અને એકજુટતા આવે હું નહિ પણ આપણેની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલન,રાસોત્સવ, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું આયોજન દશેરાના સપરમાં દિવસે પાટીદાર નવરાત્રી મહોત્સવ, રામેશ્વર પાર્ટી પ્લોટ, પાટીદાર નવરાત્રી સ્થળ ખાતે સમાજની રાજકીય, સામાંજીક અને શૈક્ષણિક સંગઠનની હસ્તીઓની ઉપસ્થિતિમાં કરાયું હતું.

આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને મંત્રી બ્રિજેશભાઈ મેરજા ધારાસભ્ય લલિતભાઈ કગથરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જે.પટેલ, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ વસંતભાઈ ગોરીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રાકેશભાઈ કાવર, નગરપાલિકા કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ, શિક્ષણવિદ્ પી.ડી.કાંજીયા જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ વિડજા, કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલિયા, અધ્યક્ષ,રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દિનેશભાઈ વડસોલા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી, ઉમિયા સર્વિસ કલાસ ફોરમના પ્રમુખ અશ્ર્વિનભાઈ એરણિયા, પાટીદાર ધામ મોરબીના પ્રમુખ સેવક કિરીટભાઈ દેકાવડિયા તેમજ શ્રીમતી સુશીલાબેન મેરજાએ ઉપસ્થિત રહી પાટીદાર શિક્ષક સમાજ મોરબીના સભાસદોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું.

આ સમારોહમાં ઘો. 10 અને 12 તેમજ અન્ય પરીક્ષાઓમાં સફળ થઈ નંબર પ્રાપ્ત કરેલ તેજસ્વી વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જી.પી.એસ.સી. વર્ગ -2 ની પરીક્ષામાં સફળ થવા બદલ વિનોદભાઈ ગોધાણી, રાજ્યકક્ષા શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક પારિતોષિક પ્રાપ્ત કરનાર વિજયભાઈ દલસાણીયા, જિલ્લાકક્ષા શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક પારિતોષિક મેળવવા બદલ ગૌતમભાઈ ગોધવીયા અને બાળસાહિત્ય ક્ષેત્રે બાળકાવ્યોનું સર્જન કરી બે બાળકાવ્યસંગ્રહ પ્રકાશિત કરનાર કવિ સંજયભાઈ બાપોદરિયાનું મહાનુભાવોના હસ્તે ખાસ વિશિષ્ટ સિદ્ધિ સન્માન થયું હતું અને નિવૃત્ત થનાર શિક્ષકોને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું આ સમારોહમાં સમયસર ઉપસ્થિત રહેનાર 10 ભાગ્યશાળી સભાસદોને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવી હતી.

સમારોહને સફળ બનાવવા માટે સંદીપ આદ્રોજા, હર્ષદ મારવણિયા, શૈલેષ ઝાલરીયા, દિનેશભાઈ વડસોલા, અશ્વિન એરણિયા, રમેશ કાલરીયા,સંજય બાપોદરિયા, કિરણ કાચરોલા, જીજ્ઞેશ રાબડીયા, શૈલેષ કાલરીયા, મુકેશ બરાસરા, રમેશ ભાટીયા, વિનોદ ગોધાણી, અશ્ર્વિન દલસાણીયા, શશીકાંત ભટાસણા, રજનીકાંત કંડીયા, અશોક વસિયાણી,રાજેશ મોકાસણા વગેરે સૌ સમિતિ ક્ધવીનરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમારોહ અંતર્ગત સ્થળ સૌજન્ય અજયભાઈ લોરીયા તેમજ ભોજન સમારંભ સૌજન્ય રાજેશભાઈ ઘોડાસરા અને શૈલેષભાઈ ધાનજાનું સન્માન કરવામાં આવ્યું. સંચાલન શૈલેષ ઝાલરીયા દ્વારા કરવામાં આવ્યું. સ્ટેજ સમારોહ પૂર્ણ થયા બાદ ભોજન સમારંભ અને રાસોત્સવનું આયોજન થયું હતું પાટીદાર શિક્ષક સમાજ મોરબીની આગામી ચિંતન બેઠક આગામી ડિસેમ્બર માસમાં મળશે.


Advertisement
Advertisement
Advertisement