માળીયા (મી)ના વાધરવા ગામના કુલદીપસિંહ જાડેજાની પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે વરણી

07 October 2022 12:45 PM
Morbi
  • માળીયા (મી)ના વાધરવા ગામના કુલદીપસિંહ જાડેજાની પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે વરણી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.7 : મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામના અને કોંગ્રેસના યુવા આગેવાન કુલદીપસિંહ કિશોરસિંહ જાડેજાની હાલમાં પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી ખેડૂતો સહિતના ગ્રામજનો તરફથી તેઓ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામના અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા કુલદીપસિંહ કિશોરસિંહ જાડેજાની તાજેતરમાં પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી ખેડૂતો અને ગ્રામજનો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ચોમાસા દરમિયાન વધુ કે ઓછો વરસાદ પડવાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે વળતર આપવા માટે

અને રવિ પાક સમયે તેમજ ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરવા માટે જ્યારે કેનાલમાં પાણી ન આવતું હોય ત્યારે ખેડૂતોને પાણી મળે તે હેતુથી અગાઉ કુલદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો દ્વારા અનેક વખત પરિણામ લક્ષી આંદોલનો અને રજૂઆતો કરવામાં આવી છે જેને ધ્યાને લઈને ખેડૂતલક્ષી કામગીરી કરનારા યુવા આગેવાનને ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના મંત્રી તરીકે નિમણૂક આપવામાં આવી છે.


Advertisement
Advertisement
Advertisement