મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળે મેડીક્લેમના રૂપિયા 46 હજાર વ્યાજ સાથે અપાવ્યા

07 October 2022 12:46 PM
Morbi
  • મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળે મેડીક્લેમના રૂપિયા 46 હજાર વ્યાજ સાથે અપાવ્યા

સમય કાઢી નાખવા વાંધાઓના ખેલ કાઢતી કંપનીઓ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.7 : મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા મે.નેશનલ ઇન્સ્યુરન્સ વીમા કાુ. સામે રાજકોટ નાગરિક બેંકના નિવૃત કર્મચારી કિશોરભાઇ પલાણના મેડિકલ કલેઇમ કરાતાં ગ્રાહક તકરાર નિવારણ કમીશને રૂા.43,605 તા.9-7-20 થી સાત ટકા વ્યાજ અને રૂા.ત્રણ હજાર ખર્ચના ચુકવવા વીમા કંપનીને આદેશ કરેલ છે. જયારે વીમા કાુ.ઓ મેડીકલેઇમ કે અન્ય વીમા ચુકવવામાં હાથ ઉંચા કરી આપે છે કોઇ ગ્રાહક અદાલતનો આશરો લેતા નથી

જેના કારણે વીમા કાું.ઓ નાના-મોટા વાંધા કાઢીને ગ્રાહકોને વીમા ન ચુકવવા માટે પ્રયત્ન કરતાં હોય જ છે તેવું જણાય રહયું છે અને ગ્રાહકનો સમય બરબાદ કરે છે જો લાંબો સમય નિકળી જાય તો ગ્રાહક તે કેઇસ કરવાનો અધિકાર ચાલ્યો જાય છે માટે ગ્રાહકે પોતાના હકક માટે લડવું જોઇએ.જાગૃત ગ્રાહક નિવૃત બેંક કર્મચારી કિશોરભાઇ પલાણે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વીમા કંપનીની સામે કેઇસ કરતાં ચુકાદો તેમની તરફેણમાં નિર્ણય આવેલ છે.ગ્રાહકે પોતાના હકક માટે લડવું જોઇએ અને કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (મો.98257 90412) નો સંપર્ક કરવા જણાવાયું છે.


Advertisement
Advertisement
Advertisement