અન્ડર-17 ફિફા વર્લ્ડકપમાં એક પણ જીત મેળવ્યા વગર ટીમ ઈન્ડિયા આઉટ

18 October 2022 10:33 AM
India Sports Woman World
  • અન્ડર-17 ફિફા વર્લ્ડકપમાં એક પણ જીત મેળવ્યા વગર ટીમ ઈન્ડિયા આઉટ

ત્રણ મેચમાં 16 ગોલ ખાધાં, એક પણ કરી ન શક્યા: અમેરિકા, બ્રાઝીલ અને મોરક્કોએ આપ્યા પરાજય

નવીદિલ્હી, તા.18
ભારતને પોતાના અંતિમ ગ્રુપ મેચમાં બ્રાઝીલ વિરુદ્ધ 0-5થી પરાજયનો સામનો કરવો પડ્યો છે જેથી ફિફા મહિલા અન્ડર-17 ફૂટબોલ વર્લ્ડકપમાં એક પણ જીત વગર તેણે બહાર થવું પડ્યું છે.

મેજબાન હોવાને કારણે ભારતને આ ટૂર્નામેન્ટમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. આ પહેલાં ગ્રુપ ‘એ’ના મુકાબલામાં તેનો અમેરિકા સામે 0-8થી અને મોરક્કો સામે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ત્રણ મેચમાં 16 ગોલ ખાઈને એક પણ પોઈન્ટ વગર ચાર ટીમના ગ્રુપમાં અંતિમ સ્થાને રહી હતી.

બ્રાઝીલ અને અમેરિકાએ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. અમેરિકાએ મડગાંવમાં એક જ સમયે રમાયેલી ગ્રુપ ‘એ’ની બીજી મેચમાં મોરક્કોને 4-0થી હરાવ્યું છે. બ્રાઝીલ અને અમેરિકા બન્નેએ બે જીત અને એક ડ્રો સહિત સાત પોઈન્ટ હાંસલ કર્યા છે. બન્ને વચ્ચે 14 ઑક્ટોબરે થયેલો મુકાબલો 1-1થી ડ્રો રહ્યો હતો. પોતાની ઝડપ અને છેતરવાની ક્ષમતાથી ભારતીય ડિફેન્સને સતત પરેશાન કરનારી એલિનએ બ્રાઝીલ વતી બે ગોલ કર્યા હતા. તેના ઉપરાંત લૌરાએ પણ બે ગોલ કર્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement