તમિલનાડુમાં આઈફોનની ફેકટરીમાં ટાટા ગ્રુપ 45 હજાર મહિલાઓને રોજગારી આપશે

02 November 2022 02:24 PM
India Woman
  • તમિલનાડુમાં આઈફોનની ફેકટરીમાં ટાટા ગ્રુપ 45 હજાર મહિલાઓને રોજગારી આપશે

જો વિસ્ટ્રોન સાથેની ડીલ ફાઈનલ થાય તો આઈફોન/ બનાવનારી ટાટા પ્રથમ ભારતીય કંપની બની જશે

નવીદિલ્હી,તા.2
ટાટા ગ્રુપ તમિલનાડુના હોસુરમાં તેની ઈલેક્ટ્રોનિક ફેક્ટરીમાં 45,000 કર્મચારીઓને નોકરી પર રાખવાની યોજના બનાવી રહ્યું છે. અહેવાલો અનુસાર, Apple Inc તરફથી વધુ બિઝનેસ જીતવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. ટાટા ગ્રૂપ તમિલનાડુના હોસુરમાં તેની ઇલેક્ટ્રોનિક્સ ફેક્ટરીમાં કર્મચારીઓની સંખ્યા વધારવાનું આયોજન કરી રહ્યું છે. અહીં આઇફોન કેસ બનાવવામાં આવે છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, નવી પ્રોડક્શન લાઇનની સ્થાપના સાથે ટાટા 18-24 મહિનામાં 45,000 મહિલાઓને નોકરી પર રાખશે. ફેક્ટરીમાં પહેલેથી જ 10,000 કામદારો છે, જેમાંથી મોટાભાગની મહિલાઓ છે. સપ્ટેમ્બરમાં કંપનીએ લગભગ 5,000 મહિલાઓને નોકરી પર રાખ્યા હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હોસુર પ્લાન્ટમાં મહિલા કામદારોને 16,000 રૂપિયાથી વધુનો કુલ પગાર મળે છે, જે ઉદ્યોગની સરેરાશ કરતાં લગભગ 40% વધારે છે. કામદારોને પરિસરમાં ભોજન અને રહેવાની સુવિધા પણ મળે છે. આ સિવાય ટાટા કર્મચારીઓને તાલીમ અને શિક્ષણ આપવાની પણ યોજના ધરાવે છે. આ પ્લાન્ટ 500 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે.

ટાટા ગ્રૂપ ભારતમાં iPhones એસેમ્બલ કરવા માટે ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જોઈન્ટ વેન્ચર સ્થાપવા વિસ્ટ્રોન સાથે પણ વાતચીત કરી રહ્યું છે. જો આઇફોન બનાવવા માટે ટાટાની વિસ્ટ્રોન સાથેની ડીલ ફાઇનલ થાય છે, તો તે આઇફોન બનાવનારી ટાટા પ્રથમ ભારતીય કંપની બની જશે.


Related News

Advertisement
Advertisement
Advertisement