બોટાદ, તા.4
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,બોટાદ અને નગર પ્રાથમિક શિક્ષક સંઘ ઘટક બોટાદ ના સંયુક્ત ઉપક્રમે મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા સરકાર દ્વારા ગુજરાતમાં આજ રોજ તા.2 ના રાજકીય શોક જાહેર કરવામાં આવેલ તે નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,બોટાદ અને નગર પ્રાથમિક શિક્ષક સંઘ-બોટાદના સંયુક્ત ઉપક્રમે આજ તા.2 ના રોજ શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નં 15-બોટાદમાં પ્રાર્થનાસભા રાખવામાં આવેલ.
જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદના ચેરમેનશ્રી પ્રતિકભાઇ વડોદરીયા, શાસનાધિકારીશ્રી ડી.બી.રોયસાહેબ, નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતભાઇ ગોવાળીયા તથા અન્ય હોદ્દેદારો, નગર પ્રાથમિક શિક્ષક સરાફી મંડળી બોટાદના પ્રમુખ હરેશભાઈ ભોજક અને અન્ય હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદના આચાર્ય અને શિક્ષકોએ હાજર રહી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
મૃતકોના પરિવારજનનોને સાંત્વના પાઠવવામાં આવી. જે લોકો આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે તેઓ ઝડપથી સાજા થઈ જાય તેવી ઈશ્ર્વરને પ્રાર્થના કરવામાં આવી હતી.