મુંબઇ,તા.4 : મુંબઇની એક અદાલતમાં અજબ ગજબ કિસ્સો બહાર આવ્યો હતો. અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ગેંગનો સાગરીત ગેંગસ્ટર એઝાઝ લાકડાવાલા કોર્ટમા મરેલા મચ્છરો ભરેલી બોટલ લઇને પહોંચ્યો હતો, જે જજને દેખાડીને કહયું હતું કે, જેલના મચ્છરોએ તેને પરેશાન કરી નાખ્યો છે. એટલે તેને મચ્છરદાની આપવામાં આવે, જોકે જજ એઝાઝની માંગણી ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, જેલમાં સુરક્ષાના કારણે જેલ પ્રશાસને મચ્છરદાની સુવિધા પાછી ખેંચી હતી.