દિકરીને બચાવવા માઁ સાપ પર સૂઈ ગઈ : સાપે ત્રણ દંશ માર્યા તો પણ ન ઉઠી

08 November 2022 10:12 AM
India Off-beat Woman
  • દિકરીને બચાવવા માઁ સાપ પર સૂઈ ગઈ : સાપે ત્રણ દંશ માર્યા તો પણ ન ઉઠી

♦ દુનિયા કી સબસે બડી યોધ્ધા માઁ હોતી હૈ

♦ હારીને સાપ ચાલ્યો ગયો, લોકોએ દંશથી ઘાયલ મહિલાને હોસ્પિટલે ખસેડી

ભુરકુંડા (ઝારખંડ) તા.8
ફિલ્મ ‘કેજીએફ’નો એક ડાયલોગ છે- ‘દુનિયા કી સબસે બડી યોધ્ધા મા હોતી હૈ’ આ માત્ર કોઈ ફિલ્મનો ડાયલોગ નથી, બલકે સચ્ચાઈ પણ છે. ઝારખંડમાં એક માએ પોતાની બાળકીને બચાવવા આ વાત સાચી સાબિત કરી હતી.

પોતાની દૂધ પીતી બાળકીને સાપ ડંખ ન મારે તે માટે કંઈ ન સુઝતા મા સાપ પર સૂઈ ગઈ હતી. સાપે મહિલાને ત્રણ ત્રણ ડંખ માર્યા હતા. છતા મા ત્યાંથી ઉઠી નહોતી. બાદમાં સાપ ચાલ્યો ગયો હતો અને આસપાસના લોકોએ મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ભુરકુંડા નલકારી નદીના કિનારે ચરણ માંઝીની પત્ની સરિતા દેવી પોતાની દૂધ પીતી બાળકીની સાથે નદીએ સ્નાન કરવા ગઈ હતી. ત્યારે એક સાપ તેની બાળકી તરફ આગળ વધી રહ્યો હતો. જેને જોઈને બાળકી રડવા લાગી હતી. મહિલાએ મદદ માટે બૂમો પાડી પણ આસપાસ કોઈ નહોતું આખરે મહિલા સાપ પર જ સૂઈ ગઈ.

આ દરમિયાન મહિલાને સાપે ત્રણ વાર ડંખ માર્યો પણ મહિલા ટસની મસ ન થઈ આખરે સાપ ત્યાંથી ચાલ્યો ગયો અને બાદમાં સ્થાનિક લોકોએ મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement