કન્યાકુમારીથી કાશ્મીર સુધીની કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ 61માં દિવસે મહારાષ્ટ્રમાં પ્રવેશી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાથમાં મશાલ સાથે નાંદેડમાં પ્રવેશ્યા હતા. બોર્ડર પર તેલંગણાના કોંગ્રેસ પ્રમુખ રેવાંથ રેડ્ડીએ ત્રિરંગો ધ્વજ મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ નાના પટોલેને સોંપ્યો હતો. મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી બે રેલી સહિતના કાર્યક્રમો યોજવાના છે. શિવાજી મહારાજને નમન કર્યા હતા. 7 સપ્ટેમ્બરથી શરૂ થયેલી યાત્રા મહારાષ્ટ્રમાં ઘુમ્યા બાદ કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક તથા તેલંગાણામાંથી પસાર થઈ ચુકી છે.