સાળંગપુરધામમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજને ફૂલોનો દિવ્ય શણગાર

08 November 2022 12:27 PM
Botad Dharmik
  • સાળંગપુરધામમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજને ફૂલોનો દિવ્ય શણગાર

સાળંગપુર: શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કારતક માસ પૂનમ મંગળવારે તા. 08-11ના દાદાને ફુલોનો દિવ્ય શણગાર ધરાવાયો. આ પ્રસંગે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા , સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવેલ. મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ હતું. દાદાના હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.


Related News

Advertisement
Advertisement
Advertisement