ઈન્દોરમાં નશામાં ધૂત 4 છોકરીઓએ મચાવી ટીંગલ, દાદાગીરી કરી અન્ય યુવતીને માર્યો ગડદાપાટાનો માર, VIDEO વાયરલ

08 November 2022 05:07 PM
India Woman
  • ઈન્દોરમાં નશામાં ધૂત 4 છોકરીઓએ મચાવી ટીંગલ, દાદાગીરી કરી અન્ય યુવતીને માર્યો ગડદાપાટાનો માર, VIDEO  વાયરલ

નશામાં ધૂત છોકરીઓએ એક એકલી છોકરીને રસ્તાની વચ્ચોવચ ઢોરમાર માર્યો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં 4 છોકરીઓ એક મહિલાને મારી રહી છે. આરોપી છોકરીઓએ તેનો મોબાઇલ પણ તોડ્યો હતો. પીડિતાએ પોલીસમાં ફરિયાદ કરી.

મધ્યપ્રદેશ: ઇન્દોરમાં પબ કલ્ચરનો ટ્રેન્ડ વધી રહ્યો છે. નશામાં ધૂત યુવક-યુવતિયો જાહેરમાં ડ્રામા કરે છે જેના કેસ વધી રહ્યાં છે તેવામાં વધુ એક 4 નશામાં ધૂત છોકરીઓનો વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં મારપીટ કરતી નજરે પડે છે
આ 4 મહિલાઓ એક મહિલાની રસ્તાની વચ્ચે ચારેયબાજુથી ઘેરીને તેને ઢોરમાર મારે છે. એલઆઇજી ચારરસ્તા પર થયેલ આ ઘટના 4 નવેમ્બરની છે. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં જઇ આ 4 છોકરીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાએ જોર-જોરથી ચીસો પાડી
રસ્તા પર પીડિતાને આ 4 છોકરીઓ લાત મારી રહી હતી. તેવામાં પીડા અનુભવી રહેલી મહિલા ચીસો પાડી રહી હતી. વીડિયોમાં એક છોકરી તો પીડિતાને બેલ્ટથી મારતી નજરે પડે છે. લોકોની ભીડ જમા થયેલી પણ જોવા મળે છે પરંતુ કોઇપણ તે મહિલાની મદદ કરવા આગળ આવતું નથી.

મોઢા પર લાત મારી, તોડ્યો મોબાઇલ
વીડિયોમાં સાફ દેખાય છે કે આરોપી છોકરીઓ પીડિતાનાં મોઢા પર લાતો અને મુક્કાઓ મારે છે. તે છોકરીઓમાં એટલો ગુસ્સો ભરેલો હતો કે તે બેભાન થયેલી મહિલાને વારંવાર ઉપાડીને જમીન પર પટકી રહી હતી. આ સાથે જ મહિલાનાં વાળ ખેંચી ઢસેડી પણ રહી હતી, આરોપી મહિલામાંથી એકે તો પીડિત મહિલાનાં મોબાઇલને વારંવાર જમીન પર ફેંક્યો હતો.

પીડિતાએ FIR કરી
ઘટના બાદ એમઆઇજી પોલીસ સ્ટેશનમાં જઇને પીડિતાએ 4 આરોપી છોકરીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. સ્ટેશનનાં પ્રભારીનું કહેવું છે કે નશામાં તેમનો વિવાદ થયો હતો. ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. હાલમાં આરોપી છોકરીઓને તપાસ કરવામાં આવી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement