રાજકોટ-71માં મહિલાને ટીકીટ આપવાની પણ ફોર્મ્યુલા

08 November 2022 05:32 PM
Ahmedabad Elections 2022 Politics Rajkot Woman
  • રાજકોટ-71માં મહિલાને ટીકીટ આપવાની પણ ફોર્મ્યુલા

મહાનગરમાં એક સ્ત્રીને ઉમેદવાર બનાવવાનું નકકી થાય તો ભાનુબેન સાથે બાલુબેન, બિંદીયાબેન, કંચનબેનના નામો પણ આગળ

રાજકોટ, તા. 8
રાજકોટ-71 ગ્રામ્યની બેઠક પરના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા સામે પાર્ટીમાં કોઇ મોટી ફરિયાદો નથી છતાં અગાઉની જેમ ચાર પૈકીની શહેરની એક બેઠક મહિલાને આપવાનું નકકી થાય તો આ અનામત બેઠક પર ફરી ભાજપ મહિલાને પ્રતિનિધિત્વ આપી શકે છે.

ગ્રામ્યની બેઠક ઉપર પણ અનેક ઉમેદવારોએ દાવા કર્યા છે. હવે આ બેઠક પર કોંગ્રેસ અને આપ બંને ઉમેદવાર જાહેર કરી દીધા છે ત્યારે મહિલાને ટીકીટ આપવાની ફોર્મ્યુલા પણ હાઇકમાન્ડે ચર્ચામાં લીધાનું જાણવા મળ્યું છે.

આ જ બેઠકના પૂર્વ ધારાસભ્ય અને હાલના કોર્પોરેટર ભાનુબેન બાબરીયાને પક્ષ ફરી ટીકીટ આપી શકે છે. જો નવા ચહેરાને તક આપવાની વાત થાય તો અન્ય ચારેક મહિલાના નામ પણ પ્રદેશમાં પહોંચ્યા છે જેની ચર્ચા હવે કાલથી દિલ્હીમાં થાય તેમ સમજવામાં આવે છે.

બિંદીયાબેન મકવાણા, બાલુબેન અનિલભાઇ મકવાણા, કંચનબેન બગડા સક્ષમ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા અને કમળને જીતાડવાની તૈયારી સેન્સમાં રજુ કરી ચૂકયા છે તે ઉલ્લેખનીય છે.


Related News

Advertisement
Advertisement
Advertisement