શ્રી સમન્વય ટ્રસ્ટ, ભાંભણ (બોટાદ) સંચાલિત શ્રી સમન્વય શૈક્ષણિક સંકુલ ખાતે સંસ્થાના રપ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિત્તે ‘રજત જયંતિ મહોત્સવ’, શાળા-કોલેજના જુના સ્ટાફ તથા વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ તથા સંસ્થા ખાતે નવી હોમિયોપેથિક હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના ભૂતપૂર્વ ટ્રસ્ટીશ્રી, શિક્ષણવિદ્, કેળવણીકાર એવા બકુલાબેન ડેલીવાળા, મહંતશ્રી લક્ષ્મણબાપુ, મહંતશ્રી કાનજીબાપુ (ઠાકરદુવારો- ઝમરાળા), એ.કે.સિંઘ(આરોગ્ય), ટ્રસ્ટી મનુભાઇ સોનાણી, વિક્રમસિંહ ઝાલા વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી. બકુલાબેન દ્વારા સંસ્થાના વિવિધ કાર્યો વિશેની માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના પ્રમુખ ધીરૂભાઇ સોનાણી, સંચલક કમલેશભાઇ મહેતા, જનકભાઇ જોગરાણા તેમજ સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓએ ખુબ જહેમત ઉઠાવી હતી સાથે જ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રવિણભાઇ ખાચર ‘પાર્થ’ દ્વારા કરવામાં આવ્યું. (તસ્વીર : દિનેશ બગડીયા - બોટાદ)