ગૌ.સંપ્ર.ના સપ્તમ આ.ભ.શ્રી પુરૂષોત્તમજી.મ.ની આવતીકાલે 62મી સ્વર્ગારોહણતિથિ:ભાવવંદના

09 November 2022 05:00 PM
Rajkot Dharmik
  • ગૌ.સંપ્ર.ના સપ્તમ આ.ભ.શ્રી પુરૂષોત્તમજી.મ.ની આવતીકાલે 62મી સ્વર્ગારોહણતિથિ:ભાવવંદના

રાજકોટ,તા.9
ગોંડલ સંપ્રદાયના સપ્તમ આચાર્ય ભગવંત પૂ.શ્રી પુરૂષોત્તમજી.મ.ની આવતીકાલ તા.10ના (કારતક વદ 3)ના 62મી સ્વર્ગરોહણતિથિ છે.ગૌરવશાળી ગોંડલ સંપ્રદાયના સપ્તમ આચાર્ય ભગવંત સ્વ.પૂજ્ય પુરુષોત્તમજી મ.સા.નો જન્મ લીંબડી પાસેના બલદાણાની ધન્ય ધરા ઉપર થયેલ.સવંત્સરીનો પાવન દિવસ એટલે કે ભાદરવા સુદ,પાંચમ વિ.સં.1943 ના દિને રત્નકુક્ષિણી માતુશ્રી હીરુબાઈ અને પ્રેમાળ પિતા રૂપશીભાઈ નામના કૃષિકાર એવા લેઉવા પટેલ પરિવારને આંગણે તેઓએ આ પૃથ્વી ઉપર અવતરણ કરેલ.

પાવન ભૂમિ ગોંડલમાં જૈન ધર્મબંધુ ધ્રુવ સાહેબ તેમજ જૈન પાઠશાળાના શિક્ષકના પરિચયથી જૈન દર્શનને જાણવાની તીવ્ર જિજ્ઞાસા જાગી. જૈન ભાગવતી દીક્ષા મહોત્સવ હોય ત્યારે તેઓ અચૂક ઉપસ્થિત રહી એક - એક વિધી નિહાળતા.એક વખત સંયમ મહોત્સવમાં શબ્દો સાંભળ્યા કે જૈન ધર્મ તો પાળે તેનો ધમે છે...આ મહાવીરનું શાસન છે,જયાં સૌના સરીખા આસન છે.

આવા શબ્દોનું શ્રવણ કરી તેમજ સાધુની દિન ચર્યા નિહાળી તેઓનું ચિત્ત ચિંતને ચડ્યુ કે શું હું પણ સાધુ ન બની શકું ?તેઓશ્રીએ ગોં.સં.ના પૂ.જાદવજી મ.સા.ને પોતાના અંતરના ભાવો જણાવ્યા.જૈન શાળાના શિક્ષક પાસે જ્ઞાનાભ્યાસના મંડાણ કર્યા.શૈક્ષણિક ભણતર ઓછું હતું, પરંતુ ગણતર જબરદસ્ત હતું,જેથી ગુણોનું ચણતર અલ્પ સમયમાં અકલ્પનિય થયું.જૈનાગમ આવશ્યક સૂત્ર સહિત તત્વના ગહન રહસ્યો કંઠસ્થ કરી હ્રદયમાં ઉતારી લીધા.

મનોમન સંકલ્પ કર્યો કે બસ,હવે તો જૈન સાધુ બન્યે જ છૂટકો.તેઓએ પૂ.જાદવજી મ.સા.પાસે સંયમ અંગીકાર કરવાની ભાવના વ્યક્ત કરી.પૂ.જાદવજી મ.સાહેબે કહ્યું કે તમો ભલે જ્ઞાતિએ લેઉવા પટેલ છો,પરંતુ તમો મોક્ષ લેવા જ અને પુરુષોત્તમ બનવા જ જન્મ ધારણ કર્યો છે.તમો કૃષિકારમાંથી શ્રેષ્ઠ ઋષિમુનિ બની સ્વ - પરના કલ્યાણમાં નિમિત્ત બનશો.

વિ.સં.1958 અખાત્રીજના પવિત્ર દિવસે પૂ.જાદવજી મ.સા.પાસે કરેમિ ભંતેનો પાઠ ભણી સંયમ પંથે પગરણ માંડ્યા. આગમના ગૂઢ રહસ્યોની તત્વસભર સ્વાધ્યાય કરતાં.લીંબડી અજરામર સં.ના કવિવર્ય પૂ.નાનચંદજી મ.સા.પૂ.પુરુષોત્તમજી મ.સા.ને સૌરાષ્ટ્રના જૈન સાધુઓના વડા તરીકે સંબોધતા.

વિ.સં.2007 માં પુણ્ય ભૂમિ ગોંડલ ખાતે સાધુ સંમેલન યોજાયુ.ચતુર્વિધ સંઘે પૂ.પુરુષોત્તમજી મ.સા.ને આચાર્ય પદે વિભૂષિત કર્યા.પૂજ્ય શ્રીએ કહ્યું કે જેમ જવાબદારી વધારે તેમ આત્મ જાગૃતિ જોરદાર હોવી જોઈએ.આચાર્ય ભગવંત ગોંડલ સંપ્રદાયને તથા જિન શાસનના ઉત્કર્ષ કાજે માર્ગદર્શન આપતા. કોઈ શ્રાવક ભાવાવેશમાં આવી કહે કે...

ચેન્નાઈ બીરાજમાન ગોં.સં.ના વર્તમાન ગચ્છ શિરોમણી પૂ. જસરાજજી મ.સા.પણ આચાર્ય ભગવંતના સુશિષ્ય છે. રાજકોટ બીરાજમાન પૂ.દેવેન્દ્ર મુનિ મ.સા. પણ પૂ.પુરુષોત્તમજી મ.સા.ના પરિવારના છે. રાજકોટ મહાવીર નગર જૈન સંઘમાં બીરાજમાન સાધ્વી રત્ના પૂ.ભાનુબાઈ મ.સ.આદિ વિશાળ સતિવૃંદ ગોં.સં.ના પૂ.પુરુષોત્તમજી મ.સા. ( સૂયે - વિજય )પરિવારના છે.

વિ.સં.2017 કારતક વદ ત્રીજના શુભ દિવસે બપોરના 12:20 કલાકે સમાધિ ભાવે આચાર્ય ભગવંતે નમસ્કાર મહા મંત્ર અને ચાર શરણાના સ્વીકાર સાથે ભગવાનની આજ્ઞા મુજબ સુદીર્ઘ સંયમ જીવનનું પાલન કરી પંડિત મરણને પ્રાપ્ત કર્યું.તેઓશ્રીની પાલખી યાત્રામાં હજારો ભાવિકો ઉપસ્થિત રહેલ.


Related News

Advertisement
Advertisement
Advertisement