બગસરા,તા.10 : બગસરામાં ખેડૂતો માટે શિયાળુ પાક માટે મુંજીયાસર ડેમ માંથી પાણી માટે ફોર્મ ભરવા ની કામગીરી હાથ ધરવામાં આવી છે ખેડૂતો માટે શિયાળુ પિત માટે પાણી છોડવા કેનાલુ ને ચોખી કરવા માટે લેઉવા પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ સુહાગીયા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી ધારાસભ્ય જેવી કાકડિયા ને પણ રજૂઆત કરવામાં આવી હતી
જેણે તાત્કાલિક કામગીરી થાય તેના માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સિંચાઈ વિભાગના ડેપ્યુટી કાતરીયા સાહેબ દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોને ફોર્મ ભરવા માટે જાણ કરવામાં આવી હતી જેમાં 200થી વધુ ફોર્મ ભરવામાં આવ્યા છે આ ઉપરાંત તારીખ 11 નવેમ્બર થી ખેડૂતોને પાણી મળી રહેશે તેને માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે
આ તકે લેઉવા પટેલ રમેશભાઈ સુવાગીયા વિનુભાઈ ઘડિયા એ શ્રીફળ વધેરી ને ખેડૂતોને વહેલી તકે પાણી મળી રહે તેના માટે કેનાલ ચોખ્ખી કરવા માટે પ્રયત્નો હાથ ધરાયા છે અને તાત્કાલિક ધોરણે બે થી ત્રણ જેસીબી મંગાવી કેનાલ ચોકી કરવા આવી છે તેમ લેવા પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ સુવાગિયા ની યાદીમાં જણાવેલ છે (તસવીર સમીર વીરાણી બગસરા)